અરવલ્લી: લગ્નની કંકોત્રી આપવા જતાં હતા અને બે કાર વચ્ચે થયો અકસ્માત, માતા-પુત્ર સહિત ત્રણનાં મોત
બીજી બાજુ મૃતકોમાં લાલજીના પહાડિયા ગામમાં રહેતા માતા-પુત્રનો પણ સમાવેશ થાય છે. જેઓ લગ્નની કંકોત્રી આપવા જતાં હતા અને રસ્તામાં કાળનો કોળિયો બની ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરવલ્લીના માલપુરના વાવડી ગામ પાસે બે કાર સામ સામે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતાં જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. જેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અકસ્માતને કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
મોડાસા: વાસી ઉત્તરાયણની સાંજના સમયે અરવલ્લીના માલપુરના વાવડી પાસે બે કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતાં. નોંધનીય છે કે કંકોત્રી આપવા જઈ રહેલા માતા-પુત્રનું પણ મોત નિપજ્યું હતું. અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતાં. જ્યારે અકસ્માતને કારણે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -