પોરબંદર: 2000ની નવી નોટો સાથે લાખોની રોકડ ઝડપાઈ, ત્રણની ધરપકડ, બેંક કર્મચારી ફરાર
જામજોધપુરથી કારમાં નીકળેલા આ ત્રણેય શખ્સો 30 ટકાના ઉંચા કમીશનથી નોટ બદલીનું કારસ્તાન કરી રહ્યા હતા. પોલીસે જ્યારે બાતમીને આધારે આ કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. કાર નહીં રોકાતા પોલીસે કારનો પીછો કર્યો તે દરમિયાન બેંકકર્મી કારમાંથી છલાંગ લગાવીને નાસી છૂટવામાં સફળ થયો હતો જ્યારે બે શખ્સો ઝડપાઇ ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાણાવાવ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન બાતમીને આધારે ટવેરા કારનો ફિલ્મીઢબે પીછો કર્યો હતો. જેમાંથી વિરેન્દ્ર રાણસીભાઇ ધારાણી ઉર્ફે વીરો અને મયુર જયસુખભાઇ માકડિયા નામના બે શખ્સોને રૂપિયા 10, 20, 50, 100 અને નવી બે હજારના દરની કુલ 25 લાખની ચલણી નોટો સાથે ઝડપી લીધા હતા. જેમાં રોનક પટેલ નામનો શખ્સ નાસી છુટવામાં સફળ રહ્યો હતો. આ શખ્સ જામજોધપુર ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકનો કર્મચારી હોવાનું પણ જાણવા મળ્યુ છે. જેને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
નોટબંધીને એક મહિના જેવો સમય વીતી ગયો છે. લોકો બેંકો અને એટીએમની બહાર કલાકો સુધી લાઇનોમાં ઉભા રહે છે ત્યારે કમીશનથી નોટ બદલીનો કાળો વ્યાપાર કરતાં શખ્સોને રાણાવાવ પોલીસે ઝડપી લીધા છે.
પોરબંદર: રાણાવાવમાં બે શખ્સો 25 લાખની રોકડ રકમ સાથે ઝડપાયા હતા. આ 25 લાખમાંથી 21 લાખની બે હજારની નવી નોટ મળી આવી હતી. કમીશનથી નોટ બદલી કરી આપતાં બે શખ્સો ઝડપાયા જ્યારે એક શખ્સ નાસી છુટ્યો હતો. નાસી ગયેલો શખ્સ જામજોધપુર ડીસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકનો કર્મચારી હોવાની માહિતી મળી છે.
આ કારમાં લઈ જવાઈ રહ્યા બતા રૂપિયા
- - - - - - - - - Advertisement - - - - - - - - -