થાઈલેન્ડની 3 યુવતીઓ દેહવ્યાપારનો ધંધો કરવા વલસાડ આવી પછી અહીં શું થયું, જાણો વિગત
પોલીસના ઓચિંતા દરોડામાં ઝડપાય ગયેલા સ્પા અને સલૂનના સંચાલક ફૈઝલની પોલીસે કરેલી પૂછપરછમાં એવું જાણવા મળ્યું હતું કે, તે થાઈલેન્ડ ગયો હતો ત્યારે થાઈલેન્ડની આ યુવતીઓની મૂલાકાત થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વલસાડના પોશ વિસ્તાર તિથલ રોડ પર ચાલતું ઈન્ફિનિટી સ્પા એન્ડ સલુનમાં દેહ વિક્રયનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ મામલે અનેક શહેરીજનો ઘણા સમયથી જાણતા હતા. જોકે આ અંગે કોઈએ પોલીસની જાણ કરી નહોતી.
વલસાડઃ ગુરૂવારે મોડી સાંજે વલસાડમાં આવેલ તિથલ રોડ પર આવેલી ઈન્ફિનિટી સ્પા એન્ડ સલુનમાં પોલીસે દરોડો પાડી સેક્સ રેકેટ ઝડપી પાડ્યું હતું. આ સ્થળે મસાજ પાર્લરની આડમાં દેહવ્યાપારનો ધંધો કરાવવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં થાઈલેન્ડથી આવેલ 3 લલના, 1 ગ્રાહક તેમજ સ્પાના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે.
આ સાથે પોલીસે એક ગ્રાહક અને જ્યાં આ વેશ્યાવૃત્તિ ચાલી રહી હતી તે ઈન્ફિનિટી સ્પા એન્ડ સલુનના સંચાલક ફૈઝલ રહે.વલસાડ, ભાગડાવડા, જિનત નગરનાની ધરપકડ કરી હતી. મોડી સાંજે દેહ વિક્રયના આ ગુના મામલે પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની વધુ તપાસ હાથધરી છે.
ત્યાર બાદ દોસ્તી થઈ જતાં તેમને ભારતમાં ફરવા આવવા માટે બોલાવાઈ હતી. જેથી તેઓ થાઈલેન્ડથી વિઝા લઈને ભારત આવી હતી અને ત્યાર બાદ વલસાડમાં રહીને ધંધો કરતી હતી.
પોલીસે બાતમીના પગલે ગુરૂવારે સાંજે સાડા પાંચેક વાગ્યાના સુમારે ડીવાએસપી એલ.બી.ઝાલા,પીઆઈ એન.કે.કામળિયા, પીએસઆઇ જી.વી ગોહિલ,મહિલા કોન્સ્ટેબલ સહિત પોલીસ ટીમે આ સ્પા પર દરોડા પાડ્યા હતાં. જ્યાં થાઈલેન્ડથી આવેલી વિદેશી 3 લલનાની ધરપકડ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -