Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળ્યો વાઘ, જાણો વિગતે
વન વિભાગે જે વિસ્તારમાંથી વાઘ પસાર થયો તે જગ્યા પર આવી નિરીક્ષણ કર્યું અને પુષ્ટી આપી છે કે આ વિસ્તારમાં વાઘ આવ્યો છે. વાઘ ક્યાંથી આવ્યો તે બાજુ પણ વન વિભાગે તપાસ શરૂ કરી છે. આ વિસ્તારના RFO રોહિત પટેલે જણાવ્યું કે, શિક્ષકે વાઘની જે તસવીર પાડી છે તે સાચી સાબિત થઈ છે. વન વિભાગને આ વિસ્તારમાંથી વાઘના વાળ અને તેના પગના નિશાન પણ જોવા મળ્યા છે. જે એફએસએલ વિભાગમાં મોકલી દેવામાં આવ્યા છે. હવે વધુ તપાસ કરવા માટે વન વિભાગ નાઈટ વિઝન કેમેરા પણ લગાવાશે. વન વિભાગની ટીમ હાલ જંગલમાં તપાસ કરી વધુ પુરાવા ભેગી કરી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી માહિતી પ્રમાણે એક શિક્ષક મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગઢ ગામ નજીક પાંગળી માતા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમણે વાઘને રોડ ક્રોસ કરતા જોયો. શિક્ષકે તુરંત સમયસૂચકતા વાપરી મોબાઈલના કેમેરામાં વાઘની તસવીર કેદ કરી લીધી. ત્યારબાદ આ તસવીર વન વિભાગને બતાવી જાણ કરવામાં આવી.
પ્રાપ્ત માહિતી મુજબ મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગઢ ગામે વાઘ જોવા મળ્યો છે. આ વિસ્તાર જંગલની નજીક છે. અહીં વાઘ જોવા મળતા એક શિક્ષકે પોતાના મોબાઈલના કેમેરામાં વાઘને કેદ કરી લીધો. જે બાદ શિક્ષકે આ મુદ્દે વન વિભાગને જાણ કરી. ફોટો જોયા બાદ વન વિભાગે પણ આ વિસ્તારમાં વાઘ આંટા ફેરા મારતો હોવાની વાતની પુષ્ટી કરી છે.
મહિસાગરઃ ગુજરાતના વન્ય પ્રેમીઓ માટે ખુશખબર છે. રાજ્યમાં વાઘ જોવા મળ્યો છે. મહિસાગર પંચમહાલના જંગલોમાં વાઘ જોવા મળ્યો છે. મહિસાગર પંચમહાલ વિસ્તારમાં વાઘ આંટાફેરા મારતો હતો, ત્યારે એક વાઘ કેમેરામાં કેદ થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -