✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાટણ મારામારી કેસમાં હાર્દિકની અરજી પર આજે સુનાવણી, જાણો શું આવી શકે ચુકાદો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Sep 2017 11:06 AM (IST)
1

આજે હાર્દિક પટેલની જામીન અરજી મામલે સુનાવણી થાય એ સંજોગોમાં હાર્દિક પટેલ તથા દિનેશ બાંભણિયા બંનેને જામીન મળી જવાની શક્યતા છે. આ કેસમાં ફરિયાદી એવા નરેન્દ્ર પટેલ તથા દિલીપ સાવલિયા બંનેએ હાર્દિકની તરફેણમાં કોર્ટમાં એફિડેવિટ કરી છે તેથી હાર્દિકનો છૂટકારો નક્કી મનાય છે.

2

ગઈ કાલે હાર્દિકને કોર્ટમાં રજૂ કરવામાં ન આવતાં કોર્ટે હાર્દિક પટેલની જામીન અરજી માટે બુધવારની તારીખ આપી હતી. આ સાથે કોર્ટે પોલીસને તાકીદ કરી હતી કે, જામીન અરજી મામલે પોલીસ બુધવારે કાગળો રજૂ કરે.

3

પાટણઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલની પાટણ મારામારીના કેસમાં જામીન અરજી પર આજે સુનાવણી થવાની છે. ત્યારે સૌની નજર આ ચુકાદા પર છે. ગઈ કાલે પાટણ પોલીસે હાર્દિકને કોર્ટમાં રજૂ ના કરતાં તેની જામીન અરજી પર સુનાવણી શક્ય નહોતી બની. પોલીસે એવું કારણ આપ્યું હતું કે, કેસને લગતા કાગળો તેણે તૈયાર કર્યા નથી તેથી હાર્દિકને હાજર નહીં કરી શકાય.

4

બીજી તરફ પોલીસનું વલણ જોતાં એવી છાપ ઉભી થઈ છે કે, પોલીસ હાર્દિક પટેલને બને એટલો લાંબો સમય જેલમાં રાખવા માગે છે. હાર્દિક સામેનો કેસ અઠવાડિયા જૂનો છે અને તેને પોલીસે ત્રણ દિવસના રીમાન્ડ પર પણ રાખ્યો હતો. આ સંજોગોમાં હાર્દિકની જામીન અરજીની સુનાવણી વખતે કાગળો તૈયાર નથી એ કારણ હાસ્યાસ્પદ લાગે છે.

5

હવે આ કેસમાં આજે સુનાવણી થવાની છે, ત્યારે હાર્દિક પટેલને જામીન મળી જાય તેવી સંભાવનાઓ છે. કારણ કે, હાર્દિક સામે ફરિયાદ કરનાર બંને ફરિયાદ નરેન્દ્ર પટેલ અને દિલીપ સાવલિયાએ એફિડેવિટ કરી છે અને હાર્દિકને જામીન મળે, તો તેમને વાંધો ન હોવાનું જણાવ્યું છે.

  • હોમ
  • ગુજરાત
  • પાટણ મારામારી કેસમાં હાર્દિકની અરજી પર આજે સુનાવણી, જાણો શું આવી શકે ચુકાદો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.