અમદાવાદ સહિત રાજ્યનાં ક્યાં ત્રણ શહેરોમાં વીજળી થશે મોંઘી? જાણો દર મહિને બિલમાં કેટલો થશે વધારો?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ઉર્જા-વીજ સેવા આપતી કંપની હવે પોતાના ચાર્જમાં વધારો કરવા જઇ રહી છે. આ માટે તેમને પોતાની ઓફિશિયલ વેબાસઇટ પર પણ માહિતી મુકી દીધી છે. ગુજરાતની અગ્રણી વીજ કંપની ટૉરેન્ટ પાવર લિમીટેડ હવે પોતાના ગ્રાહકો પાસેથી વધુ ચાર્જ વસુલશે.
જોકે, કંપની ફ્યૂઅલ ચાર્જ પ્રતિ યૂનિટ 93 પૈસા સુધી વધાર્યો છે. પરંતુ નિયમ પ્રમાણે તેમની પાસે માત્ર 10 પૈસા વસુલી શકવાની સત્તા છે, જ્યારે બાકીના 83 પૈસા માટે તેમને જર્ક (ગુજરાત વિજ નિયમ પંચ)ની મંજૂરી લેવાની રહેશે.
ઉર્જા ક્ષેત્રના નિષ્ણાત અનુસાર, ટોરેન્ટની વેબસાઇટ પર બુધવારે ફ્યૂઅલ ચાર્જમાં થયેલા ફેરફારોની માહિતી મુકવામાં આવી હતી, જે મુજબ યૂનિટ દીઠ 10 પૈસાનો વધારો દર્શાવાયો છે. હાલમાં તેમનો ફ્યૂઅલ ચાર્જ રૂ.1.76 છે. જેમાં 10 પૈસા વધારો થતાં જુલાઇથી સપ્ટેમ્બર સુધીના બિલમાં ફ્યૂઅલ ચાર્જ રૂ. 1.86 આવશે.
ટૉરેન્ટ પાવરના દ્વારા ગુજરાતમાં જે શહેરોમાં એટલે કે અમદાવાદ, સુરત અને ગાંધીનગરમાં જ્યાં વીજ સેવા આપવામાં આવી રહી છે તે શહેરોમાં વીજ ગ્રાહકોને જુલાઇથી સપ્ટેમ્બર સુધીના ગાળા માટેના બિલમાં ફ્યૂઅલ ચાર્જ પેટે પ્રતિ યૂનિટ 10 પૈસા વધુ ચૂકવવા પડશે.
ટોરેન્ટ પાવર દ્વારા તેના આગામી ત્રિમાસિક ગાળાના ફ્યૂઅલ ચાર્જ (એફપીપીએ)માં યૂનિટ દીઠ 10 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ વીજદર વધારો હવે જુલાઇથી સપ્ટેમ્બર સુધીના ત્રણ મહિનાના બિલમાં યૂનિટ દીઠ 23 પૈસાનો વધારો આવી શકે છે. આ વધેલા ચાર્જને લઇને અમદાવાદ અને સુરતના 30 લાખ જેટલા ગ્રાહકોને આ નિર્ણયથી અસર થશે અને વીજ બિલમાં દર મહિને રૂપિયા 25નો વધારો થવાની શક્યતા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -