નવસારીઃ મુંબઈથી સુરત જતી કારે બસ સ્ટોપ પર ઉભેલી ત્રણ વ્યક્તિને ઉડાડતાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Aug 2016 12:23 PM (IST)
1
2
3
4
5
નવસારીઃ મુંબઈથી સુરત જતી કારે નવસારીના એનધલ ગામ પાસે અકસ્માત સર્જ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ફોર્ડ કંપનીની કારનું ટાયર ફાટતાં ચાલકે કાબૂ ગુમાવતાં એનધલ ગામ પાસે બસ સ્ટોપ પર ઊભેલા બે લોકો પર ચડાવી દીધી હતી. આ અકસ્માતના કારણે બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં કારમાં બેઠેલા લોકોને સામાન્ય ઇજા થઈ હતી. જ્યારે બસ સ્ટોપ પડી ગયું હતું. આ અંગે જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતની વધુ તસવીરો જોવા આગળ સ્ક્રોલ કરો.