B.Ed કરીને પાર્વતીને બનવું હતું શિક્ષક, આ લુખ્ખાના કારણે કર્યો આપઘાત, જાણો કઈ રીતે કરતો હેરાન?
બીજી તરફ પાર્વતીએ સૂસાઇડ નોટમાં તેની બેન અનિતાને ભણવાની સલાહ આપી છે. પરંતુ છોટાઉદેપુર તો જતી જ નહીં તેવો મેસેજ લખ્યો છે. છોટાઉદેપુરના છેલબટાઉ યુવાનથી ડરી ગયેલી આ યુવતીએ મરતા મરતા પણ ભયની લાગણી વ્યક્ત કરી છે. તો નાની બહેન અનિતા રાહુલની હેરાનગતિ વિશે જાણતી હતી, પરંતુ પાર્વતીની જેમ બીક ના મારે તે પણ કોઈને કહી ના શકી.
TYBAમાં અભ્યાસ કરતી પાર્વતી ભણીને શિક્ષીકા બનવા માંગતી હતી. તે ખુબ જ મહાત્વાકાંક્ષી હતી. એટલું જ નહીં તે પોતાના ગામ છોડવાણીમાં સૌથી વધુ ભણેલી હતી, જેના માટે ગત પ્રજાસત્તાક દિને ગામની પ્રાથમિક શાળામાં 'દીકરીને સલામ દેશને નામ' કાર્યક્રમ અંતર્ગત તેને સન્માનિત કરવામાં આવી હતી. પરંતુ આ ઘટનાએ યુવતીઓની સલામતી અંગે સવાલો ઊભા કરી દીધા છે. પોતાની લાડકીને ખોયા બાદ પણ પિતા બીજી કોઈ દીકરી સાથે આવું ના બને તે માટે રાહુલને કડક સજાની માંગ તો કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે દિકરીઓને ભણાવવા માટે કેટલાક સવાલો ઉઠાવતાં પોતાને રોકી ના શક્યા.
પાર્વતીએ મરતા પહેલાં ત્રણ પાનાનો પત્ર લખ્યો છે. જેમાં તેણે પરિવારજનો રાહુલ નામનો યુવક કેવી રીતે પજવણી કરતો હતો, તે લખ્યું છે. પત્રની શરૂઆત, મને માફ કરજો પ્લીઝ. હું મારી લાઇફથી હેરાન થઈ ચુકી છું. હું શું કરું મને જ ખબર નથી પડતી અને આવા સમયે કોઈને મારા વિશે વાત કરુ અને કોઈ મારી વાત સમજી શકે તમ નથી એટલે મે આવું પગલું ભર્યું છે. તેમ લખી તેની વિતક કથા વર્ણવી છે.
પાર્વતી ભીલે રોમિયોની પજવણીથી ત્રાસી જઇ આત્મહત્યા કરતા આદિવાસી સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પાર્વતી ભીલ નામની યુવતીએ રાહુલ નામના યુવકથી હેરાન થઈને આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો છે. રાહુલ ભરવાડ તેની પાસે પ્રેમ સબંધ બાંધવા હેરાન કરતો હતો અને આવતા જતા પજવતો હતો. તેના માતા-પિતાને મારી નાંખવાની પણ તે ધમકીઓ આપતો હતો. તેથી વિદ્યાર્થિનીના પિતાએ રાહુલ ભરવાડ નામના યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
કવાંટ તાલુકાનાં છોડવાણી ગામની 20 વર્ષીય પાર્વતી ભીલ છોટાઉદેપુરનાં સરકારી કન્યા છાત્રાલયમાં રહી એસ.એન.કોલેજમાં અભ્યાસ કરતી હતી. રક્ષાબંધંનને લઈ પાર્વતી પોતાના ગામ આવી હતી. જ્યાં બુધવારે મોડી રાત્રે અચાનક તેણીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી પરિવારજનોએ પાર્વતીને તાત્કાલીક છોટાઉદેપુરના ખાનગી દવાખાનામા ખસેડી હતી પરંતુ ટૂંકી સારવાર બાદ પાર્વતીનું મૃત્યુ થયું હતું. પાર્વતીએ મોતને વ્હાલું કરતાં પહેલા એક ચિઠ્ઠી લખી હતી, જેમાં તેણીએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. સૂસાઈડ નોટથી આત્મહત્યાનું કારણ સ્પષ્ટ જણાઈ આવે છે કે, કોઈ રોમિયોની હેરાનગતીથી કંટાળી જઈ પાર્વતીએ આ પગલું ભર્યું છે.
છોટાઉદેપુરઃ 'જો ઉદેપુર જઈશ તો મને શાંતિથી કોલેજ નઈ જવા દે અને રસ્તામાં ઉભી રાખીને કોલેજ આવવાની ધમકી આપે છે. મને હેરાન કરે છે અને મને ટેંશન આવે છે. જેના કારણે મને આગળ જતા પણ આવુ જ થશે. આના લીધે મારા ઘરના હેરાન થાય એના કરતા મે...............' આ શબ્દો છે આત્મહત્યા કરતાં પહેલાં એક મહાત્વાકાંક્ષી વિદ્યાર્થિની. તેણે આ વાત પોતાના પરિવારજનોને લખેલા પત્રમાં લખી છે. રાહુલ ભરવાડ નામના રોમિયોથી પરેશાન થઈ કોલેજમાં અભ્યાસ કરતી છોટાઉદેપુરની વિદ્યાર્થિનીએ દવા પી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.