હાર્દિક પટેલના સમર્થનમાં ગુજરાતમાં કઈ જગ્યાએ બે પાટીદારો ખાડો ખોદીને ઉપવાસ પર બેઠા, જાણો વિગત
વિસાવદરના આ બંન્ને પાટીદારોને ઉપવાસ ન કરવાની પણ સલાહ આપી હતી જોકે જ્યાં સુધી હાર્દિક ઉપવાસ કરશે ત્યાં સુધી ઉપવાસ કરશે તેવું જાણવા મળ્યું છે.
બંને આગેવાનોએ પાંચ-પાંચ ફૂટ ઉંડા બે ખાડા ખોદાવ્યા છે અને તેમાં તેઓ હાર્દિકના સમર્થનમાં આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જ્યાં સુધી હાર્દિક પટેલની માંગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ ઉપવાસ ચાલુ રહેશે તેવો નિર્દેશ આપ્યો હતો.
વિસાવદરનાં જૂનાગઢ રોડ પર હાર્દિક પટેલના સમર્થનમાં જાંબુડીના માજી સરપંચ લાલજીભાઈ કોટડીયા અને પાટીદાર આગેવાન અરવિંદભાઈ વાગ્યા દ્વારા બાપાની આમલી નજીક ઉપવાસી છાવણી નાંખવામાં આવી છે.
જૂનાગઢ: પાસ કન્વિનર હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી ઉપવાસ આંદોલન પર છે. જ્યારે આજે 12મો દિવસ છે. હાર્દિકના સમર્થનમાં વિસાવદરનાં બે પાટીદાર આગેવાનો જમીનમાં 5 ફૂટ ઉંડો ખાડો ખોદીને તેમાં આમરણાંત ઉપવાસ પર ઉતર્યાં છે. જેની સાથે પાટીદાર સમાજના આગેવાન પણ આવી પહોંચ્યા હતાં.