ભરુચઃ પ્રમુસ્વામીના અસ્થિ વિસર્જન બાદ દુર્ઘટના, બ્રિજ તૂટતાં બે મહિલા હરિભક્તોના મોત
આ ઘટનામાં મોતને ભેટનારી મહિલાઓ ઝાડેશ્વરની નજીક પટેલનગરની રહેવાસી હતી. પ્રમુખસ્વામી મહારાજના અસ્થિપુષ્પ વિસર્જનના કાર્યક્રમાં મહંત સ્વામી સહિતના સંતો અને મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એટલું જ નહીં આ સમયે ભરૂચ શહેર તથા જિલ્લામાંથી હજારોની સંખ્યામાં હરિભક્તો પણ નર્મદા પાર્ક ખાતે એકત્ર થયાં હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાર્યક્રમના સમાપન બાદ હરિભક્તો ઘરે પરત ફરી રહ્યાં હતાં તે સમયે નર્મદા પાર્કનો લાકડાનો બ્રીજ લોકોના વઘુ ધસારાને કારણે તૂટી પડ્યો હતો. આ બ્રિજ સાંજે લગભગ 8 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. બ્રિજ તુટતાની સાથે બે મહિલા સહિત 5 લોકો 12 ફૂટથી વધુ ઉંચાઇએથી નીચે પટકાયા હતાં. જેમાં બે મહિલાના મોત થયા હતા.
અકસ્માતની વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતાં જાવ
આ ઘટનામાં પટેલનગરમાં રહેતાં 52 વર્ષીય હિનાબેન મનહર પટેલ તથા 73 વર્ષીય કપીલાબેન ખુશાલભાઇ પટેલના મોત થયાં હતાં. જ્યારે સોનલબેન પટેલ, સંદિપ પટેલ, પારસ પટેલ સહિત 6 લોકોને ઇજા થઈ હતી. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. બનાવની જાણ થતાં કલેકટર, ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં હતાં.
ભરુચઃ ગઈ કાલે રવિવારે સાંજે ભરૂચના નર્મદા પાર્કમાં બ્રિજ તૂટી પડતાં બે મહિલાઓના મોત થયા હતા. જ્યારે આ દુર્ઘટનામાં 8 લોકોને ઇજા થઈ હતી. બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિપુષ્પ વિસર્જન બાદ નર્મદા પાર્કનો બ્રિજ તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. પાર્કમાં બનાવાયેલા બ્રિજ પર લોકોનો ધસારો વધતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. પાંચ લોકો 12 ફૂટ ઊંચેથી નીચે પટકાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -