લાખો અનુયાયી ધરાવતી પાટીદારોની આ ધાર્મિક સંસ્થા ખુલ્લેઆમ બહાર આવી હાર્દિકના સમર્થનમાં, જાણો શું કર્યો ઠરાવ?
જનરલ બેઠકે આ ઠરાવને મંજૂરી આપી હતી. આ પ્રસંગે સંસ્થાનના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉમિયા માતાજી સંસ્થાન સંગઠન પાટીદારોની સંસ્થા છે અને પાટીદારોના હિતની વાત આવે ત્યારે તેને સમર્થન આપવું જરૂરી છે. હાલમાં આ બાબતને ટેકો આપતો વિશેષ જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બેઠકમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં પાટીદારોએ ભાગ લીધો હતો. એજન્ડા મુજબની કાર્યવાહીમાં હાર્દિક પટેલની પાટીદારો માટે અનામત તથા દેવામાફીની માગણીઓને સમર્થન આપવાનો ઠરાવ કરી સરકારમાં રજૂઆત કરવા સંદર્ભે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.
આ મંદિરનો વહીવટ કરતા શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની રવિવારે મળેલી જનરલ બેઠકમાં હાર્દિક પટેલની માગણીઓને સમર્થન આપવા માટેના ઠરાવને લીલી ઝંડી આપવામાં આવી હતી. ઊંઝામાં કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજીના મંદિરના પટાંગણમાં સંસ્થાનની જનરલ બેઠક મળી હતી.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે ત્યારે કડવા પાટીદારોની ધાર્મિક સંસ્થા ખુલ્લેઆમ તેના સમર્થનમાં બહાર આવી છે. કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાનું મંદિર ઊંઝામાં આવેલું છે અને ગુજરાતના લાખો કડવા પાટીદારો તેમના અનુયાયી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -