અમદાવાદમાં વૈભવી બંગલોમાં જુગાર રમતા ટોચના ક્યા બિઝનેસમેન ઝડપાયા? જાણો કેટલા લાખનો મુદ્દામાલ પકડાયો?
જુગાર રમતા પકડાયેલા આરોપીઓમાં, 1. સૌરિન નંદકુમાર સોધન (54)(અમલતાસ બંગલોઝ)( ટ્રેડિંગ), 2. સંકેત પ્રદીપભાઇ પટેલ(42) (શકિત એન્કલેવ, જજિસ બંગલા)(કન્ટ્રક્શન), 3. આનંદ નંદકુમાર સોધન(48) (અમલતાસ બંગલોઝ)(ટ્રેડિંગ), 4. ચિંતન મુકેશભાઇ શાહ(37) (વિદ્યાનગર સોસાયટી, ઉસ્માનપુરા, શેરબજાર) અને 5. મયંક મહેન્દ્રભાઇ પટેલ(40) (રિઝન પાર્ક, બોડકદેવ)(નોકરી) સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાનમાં બંગલા માલિક, તેમના ભાઇ અને 4 મિત્રો જુગાર રમતા પકડાયા હતા. તેમની પાસેથી રોકડા 4.50 લાખ અને 5 ગાડી મળીને કુલ રૂ.60 લાખ કરતાં પણ વધારેની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ અંગે પીએસઆઈ વાઘેલાએ જણાવ્યું હતુ કે તમામની ધરપકડ કરીને જામીન ઉપર મુકત કરવામાં આવશે.
માહિતી અનુસાર, અમલતાસ બંગલોઝમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમીના આધારે વસ્ત્રાપુર ડિસ્ટાફ પીએસઆઈ એમ.એ. વાઘેલાએ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ સગર સહિતના સ્ટાફ સાથે શનિવારે રાતે 8 વાગ્યે દરોડો પાડ્યો હતો.
બોડકદેવ લાડ સોસાયટી રોડ ઉપર આવેલા અમલતાસ બંગલોઝ ખાતેના એક બંગલામાં વસ્ત્રાપુર પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 6 વેપારીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે મર્સિડીઝ સહિતની 5 વૈભવી ગાડીઓ અને રોકડા રૂ.4.50 લાખ મળીને 60 લાખ કરતાં પણ વધારેની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગાર રમતા પકડાયેલા 6 વેપારીઓમાં બંગલા માલિક અને તેમના ભાઇનો પણ સમાવેશ થાય છે.
અમદાવાદઃ હાલમાં ગુજરાતમાં જમાષ્ટમીના પ્રસંગે ઠેરઠેર જુગાર રમવાનું શરૂ થઇ ગયુ છે, ત્યારે શહેરના બોડકદેવ વિસ્તારમાંથી એક બિઝનેસમેનને અન્ય 6 શખ્સો સાથે જુગાર રમતા પોલીસે ઝડપી પાડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -