ચાણસ્મા: વિશ્વ ટીબી દિવસ નિમિતે યોજાયો કાર્યક્રમ, ડૉક્ટરોનું કરાયું સમ્માન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Mar 2018 09:15 PM (IST)
1
2
આયોજક જયેશ સુથારે આરોગ્ય અધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમાં જિલ્લામાંથી ડૉ. આરડી પટેલ તેમજ ડૉ. પીઆઈ પટેલ પણ હાજર રહ્યા હતા.
3
ચાણસ્મા: વિશ્વ ટી.બી દિવસ અંતર્ગત ચાણસ્મા અને હારીજ તાલુકાના સંયુક્ત ઉપક્રમે ટીબી અંગેની જનજાગૃતિ માટે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન સારી કામગીરી કરવા બદલ ડૉક્ટર, ફાર્માસિષ્ટ, મ.પ.વ, હેલ્થ વર્કર, લેબ ટેક, તેમજ આશા બહેનને પ્રમાણપત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યાં હતા.
4
કાર્યક્રમમાં તાલુકાના આરોગ્ય અધિકારી ડૉ. માલતીબેન મકવાણાએ ટીબી અંગે જનજાગૃતિ માટે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમનું આયોજક એસટીએસ પીયૂષ પટેલ જયેશ સુથાર તથા દિપક દવે દ્વારા કરવામાં આવ્યું હતું