દાહોદ: પ્રિન્સિપાલે શિક્ષિકાને ક્લાસનો દરવાજો બંધ કરીને પાછળથી પકડીને શિક્ષિકાને નીચે સૂવડાવીને..........
પ્રાથમિક શિક્ષણાધિકારી એન.જી.વ્યાસે જણાવ્યું હતું કે, ટીપીઓને તપાસ સોંપીને રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો. ગાંધીનગરથી આવેલા આદેશ મુજબ બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
શિક્ષિકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દુષ્કર્મ આચરીને આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. આ સાથે શિક્ષણાધિકારીને રિપોર્ટ કરવાની ધમકી આપી દબાણ કરતો હોઈ કોઈને જાણ કરી ન હતી. પતિને જાણ કરશે તો તેને પણ મારી નાખીશ તેવી ધમકી આપતો હતો.
ભામણ ગામની પ્રાથમિક શાળાના નામે પાંચ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. આ વીડિયોમાં એક પુરૂષ અને મહિલાને ચુંબન કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો ભામણની શાળાનો જ હોવાની પુષ્ટિ થતાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. અંતે શિક્ષિકાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
તેના એક મહિના અગાઉ પણ આ રીતે સવારે શાળામાં કોઈ પણ કામનું બહાનું કાઢીને અડધો કલાક વહેલા બોલાવી ઘણી વખત જ્યારે શાળામાં કોઈ શિક્ષક કે વિદ્યાર્થીઓ આવેલા ના હોય તેવા સમયે મને એકલીને સ્કૂલમાં વહેલા બોલાવી મારા ક્લાસરૂમમાં લઈ જઈ કુલ ચારેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સંજેલી પોલીસે શિક્ષિકાનું મેડિકલ કરાવ્યું હતું. આચાર્ય હુરસિંગભાઇની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો.
આચાર્ય હુરસીંગભાઇ ગજાભાઇનાઓ શાળામાં ઓફીસમાં હાજર હતા. તે વખતે મેં રજીસ્ટરમાં સહી કરી મારા ક્લાસરૂમની ચાલી લઈ મારો ક્લાસરૂમ ખોલ્યો હતો. આચાર્ય હુરસીંગભાઇ મારી પાછળ મારા ક્લાસ રૂમમાં આવ્યા હતાં અને રૂમનો દરવાજો બંધ કરી અંદરથી સ્ટોપર મારી એકદમ મને પકડી પાડી નીચે પાડી દીધી હતી. તે વખતે મેં તેમને આમ નહીં કરવા વિનંતી કરી હતી તેમ છતાં મારી મરજી વિરૂદ્ધ મારા ઉપર દુષ્કર્મ આચર્યું હતું.
શિક્ષિકાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.25/9/2018ના રોજ સાંજના શાળા છુટતાં સમયે અમારા આચાર્ય હુરસીંગભાઇ ગજાભાઇ માલ રહે. ભામણ તા.સંજેલીનાએ મને કીધું હતું કે, તમારે આવતીકાલે સવારના પોણા નવ વાગ્યાની આસપાસ શાળામાં આવવા જણાવ્યું હતું. તા.26ના રોજ સવારના પોણા નવ વાગ્યે હું શાળામાં નોકરી ઉપર ગઈ હતી. તે વખતે અમારા સ્ટાફના બીજા શિક્ષક-શિક્ષીકાઓ આવ્યા ન હતાં.
દાહોદ: સંજેલી તાલુકાના ભામણ ગામની પ્રાથમિક શાળામાં વિવિધ કામના બહાના બતાવી શાળામાં વહેલી બોલાવીને આચાર્ય અને સંજેલી પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતા આધેડે ચાર વખત દુષ્કર્મ આચર્યાની ફરિયાદ શિક્ષિકાએ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.