ભૂજમાં પડતર માંગણીઓને લઇને વિદ્યાસહાયકોએ કર્યા ધરણા
ભૂજઃ આજે સમગ્ર રાજ્યમાં તમામ વિદ્યાસહાયકોના સરકાર સામેના પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્ધારા આયોજીત ધરણા કાર્યક્રમમાં સામેલ થયા હતા. ભૂજમાં તમામ શિક્ષકો ધરણા કાર્યક્રમમાં સામેલ થયા હતા. જેમાં 300થી વધુ શિક્ષકો આ ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા. શિક્ષકો પોતાની માંગણીઓ ના સંતોષાય ત્યાં સુધી કાળી પટ્ટી બાંધી ફરજ બજાવશે. સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષા પર વિદ્યાસહાયકોએ ધરણા કાર્યક્રમ આપી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમળતી જાણકારી અનુસાર, શિક્ષકોને માંગણી છે કે ૧૯૯૭ થી ફીકસ પગાર નોકરી કરતા શિક્ષકોની સળંગ સીનીયોરીટી ગણવામાં આવે. તે સિવાય ભથ્થાઓ સાતમા પગાર પંચ મુજબ આપવામાં આવે તેવી માંગણી વિદ્યાસહાયકો કરી રહ્યા છે. ઉપરાંત ઉચ્ચ પ્રાથમિક (ધો. ૬ થી ૮) ના શિક્ષકોનો પગાર ગ્રેડ ૪ર૦૦ આપવામાં આવે. તે સિવાય વિદ્યાસહાયકોની માંગણી છે કે તેમને બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં ના આવે. ઉપરાંત નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે. મુખ્ય શિક્ષકોના આર. આર. નકકી કરવા. તેમજ નિવૃત શિક્ષકોના સ્થાને સહાયકોને પુરા પગારમાં સમાવવા વગેરેનો સમાવેશ થાય છે. તે સિવાય શિક્ષકોએ માંગણી કરી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ સમાન કામ સમાન વેતન લાગુ કરવામાં આવે અને ફિક્સ પગારની ભરતી બંધ કરવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -