રૂપાણીના પ્રધાનમંડળમાં સવર્ણોનો દબદબોઃ જાણો કઈ જ્ઞાતિના ક્યા પ્રધાનનો સમાવેશ ?
સવર્ણો- 14 ઓબીસી- સાત અનુસૂચિત જાતિ-એક આદિવાસી(અનુસૂચિત જાતિ)- 2 આ મંત્રીમંડળમાં નવ શહેરી સીટોના પ્રતિનિધિ છે તો 16 ગ્રામીણ સીટોના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેબિનેટ પ્રધાનો:- વિજય રૂપાણી (જૈન-લઘુમતી) નીતિન પટેલ (પાટીદાર-સવર્ણ ) ભૂપેંદ્રસિંહ ચૂડાસમા (ક્ષત્રિય દરબાર-સવર્ણ ) બાબુભાઈ બોખીરિયા (મેર-ઓબીસી)) જયેશ રાદડિયા (લેઉઆ પટેલ-સવર્ણ) ગણપત વસાવા (આદિવાસી-અનુસૂચિત જનજાતિ) આત્મારામ પરમાર(દલિત-અનુસૂચિત જાતિ) દિલીપ ઠાકોર (ઠાકોર-ઓબીસી)) ચીમનભાઈ સાપરિયા (કડવા પાટીદાર-સવર્ણ)
રાજ્ય કક્ષાના પ્રધાનો:- શંકરભાઈ ચૌધરી (આંજણા પટેલ-ઓબીસી)) પ્રદિપસિંહ જાડેજા (ક્ષત્રિય દરબાર-સવર્ણ)) જયંતિભાઈ કવાડિયા (કડવા પાટીદાર-સવર્ણ) નાનુભાઈ વાનાણી (લેઉઆ પાટીદાર-સવર્ણ) પરશોત્તમ સોલંકી (કોળી-ઓબીસી) જશાભાઈ બારડ(કારડિયા રાજપૂત-ઓબીસી) બચુભાઈ ખાબડ (કોળી પટેલ,OBC), જયદ્રથસિંહ પરમાર (ક્ષત્રિય દરબાર-સવર્ણ) ઈશ્વરસિંહ પટેલ (કોળી પટેલ-ઓબીસી) વલ્લભ કાકડિયા (લેઉઆ પાટીદાર-સવર્ણ ) રાજેંદ્ર ત્રિવેદી (બ્રાહ્મણ-સવર્ણ) કેશાજી ચૌહાણ (ઠાકોર-એબીસી) રોહિત પટેલ (લેઉઆ પાટીદાર-સવર્ણ ) વલ્લભભાઈ વઘાસિયા (લેઉઆ પાટીદાર-સવર્ણ ) નિર્મલા વાધવાની (સિંધી-સવર્ણ) શબ્દશરણ તડવી (આદિવાસી-અનુસૂચિત જનજાતિ)
ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીએ આજે બપોરે 12.39 કલાકના વિજય મુહૂર્તમાં મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. રૂપાણી ઉપરાંત 8 કેબિનેટ કક્ષાના અને 16 રાજ્ય કક્ષાના પ્રધાનોએ પણ શપથ લીધા હતા. વિજય રૂપાણીના પ્રધાનમંડળમાં સમાજના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ જાળવવા માટે પ્રયત્ન કરાયો છે પણ આ પ્રધાનમંડળમાં સવર્ણોનો દબદબો છે. કુલ 25 પ્રધાનોમાંથી 50 ટકા કરતાં વધારે એટલે કે 14 પ્રધાનો સવર્ણ સમાજના છે. આ સવર્ણ પ્રધાનોમાં પણ પાટીદારોનું વર્ચસ્વ છે અને 14માંથી 8 પ્રધાનો પાટીદાર સમાજના છે. રૂપાણીના પ્રધાનમંડળમાં ક્યો પ્રધાન કઈ જ્ઞાતિનો છે તેની સંપૂર્ણ વિગતો નીચે પ્રમાણે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -