ગુજરાતમાં હજુ ચોમાસુ પુરુ નથી થયુ, હવામાન વિભાગે ક્યાં અને ક્યારે કરી વરસાદની આગાહી, જાણો વિગતે
જોકે, બીજીબાજુ જોઇએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદના કારણે પાણીની તંગી ઉભી થઇ છે. બનાસકાંઠાના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં કેનાલનું પાણી પણ પહોંચતુ નથી.
હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું કે, હજુ રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તેમના જણાવ્યા અનુસાર, સાયલકલોનિક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની પુરેપુરી શક્યતા છે.
અમદાવાદઃ રાજ્યભરમાંથી વરસાદ હવે પાછો ફર્યો છે ત્યારે હવામાન વિભાગે એક આગાહી કરીને સૌને ચોંકાવી દીધા. હવામાન ખાતાએ કહ્યું છે કે ગુજરાતમાં હજુ પણ વરસાદ પુરો થયો નથી અને આગામી દિવસોમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટાં અને સામાન્ય વરસાદ પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ વખતે કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે.