પાટડીના રિસોર્ટમાં શબાબ-શરાબની મહેફિલ માણતો અમદાવાદનો કયો પીએસઆઈ ઝડપાયો? જાણો વિગત
બજાણા પોલીસે મોટી મજેઠી ગામ પાસે હાઈવે ઉપર આવેલા રિસોર્ટમાં બાતમીના આધારે મોડી રાત્રે અચાનક પાર્ટીમાં રેઈડ પાડી હતી. ડાન્સરો સાથે દારૂની જામેલી મહેફિલમાં પોલીસ ત્રાટકતાં દોડધામ મચી ગઈ હતી. અમદાવાદ સાયબર ક્રાઈમના પીએસઆઈ પ્રશાંત સીંગરસીયા અને તેમની મહિલા સંબંધીની હાજરી હોવા છતાં પોલીસે ચોપડે ક્યાંય પણ ઉલ્લેખ કરાયો નહતો?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશબાબ-શરાબની મહેફિલ પાર્ટીમાં ચાર યુવતી હતો. જેમાં બે ડાન્સરો હતી અને બે યુવતી પીએસઆઈની સંબંધી હતી. તનુ ફઝર શેખ અને કશીશ ભટ્ટ બે ડાન્સરો હતી જ્યારે દિવ્યા અને અંકિતા શાહ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈની સંબંધી હતી.
બજાણા પોલીસે દારૂની મહેફીલ માણતા 21 નબીરાઓને ઝડપ્યા હતા ત્યાર બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીએસઆઇ પ્રશાંત શિંગરખીયાની સફેદ-પીળા કલરની મારૂતી બ્રેઝા ગાડીમાંથી લેડીઝ પર્સ અને મોબાઇલ પણ કબ્જે લેતાં આ યુવતિઓને ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ જ એમની ગાડીમાં લાવ્યાની આશંકા પ્રબળ બની હતી.
મજેઠી રિસોર્ટમાંથી પકડાયેલી 4 યુવતિ સહિત 21 નબીરાઓમાંથી કથીત ડીવાય.એસ.પી.ની દિકરીએ દારૂ પીધો ન હોવા છતાં કેમ પકડ્યાના રટણ સાથે પોલીસ સાથે ધમપછાડા કર્યાના પોલીસ બેડાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
સુરેન્દ્રનગર: પાટડી તાલુકાના મોટી મજેઠી ગામમાં આવેલા રિસોર્ટમાં શરાબ અને શબાબની જામેલી મહેફિલમાં પોલીસે દરોડો પાડ્યો હતો જેના કારણે પાર્ટીમાં ભંગ પડ્યો હતો. અમદાવાદમાં રહેતા ટાઈલ્સના વેપારી ઈરફાન રઝાક મેમણના જન્મ દિવસની પાર્ટી મનાવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના પીએસઆઇ પ્રશાંત શીંગરખીયા સહિત નબીરાઓ રિસોર્ટમાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -