‘પીતા હો તો ભલે પીઓ પણ વ્યવસ્થિત જગ્યાએ જઈને પીવો’ આવું નિવેદન ભાજપના ક્યા નેતાએ આપ્યું? જાણો વિગત
આ જોઈને સાંસદ મનસુખ વસાવાએ ટીપ્પણી કરી હતી કે, પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ. તેમની આ ટીપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એક તરફ ગુજરાતની ભાજપ સરકાર દારૂબંધીના કાયદાના કડક અમલ માટે વિવિધ પ્રયાસો કરે છે તો બીજી તરફ ભાજપના સાંસદને જ લોકો દારૂ પીએ તેની સામે વાંધો ન હોવાનું સામે આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વચ્છતા અભિયાન અંતર્ગત શનિવારે ભરૂચ નગરપાલિકા દ્વારા તમામ 11 વોર્ડમાં સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કસકના સ્લમ વિસ્તારમાં સફાઈ માટે સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના આગેવાનો પહોંચી ગયાં હતાં. તેઓ સફાઇ કરી રહ્યાં હતાં તે દરમિયાન ઝાડી ઝાંખરા નજીકથી પ્લાસ્ટીકની પોટલી જેવી લાગતી થેલીઓ મળી આવી હતી.
એક તરફ ગુજરાત સરકાર દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવી રહી છે તો બીજી તરફ ભાજપના સાંસદને લોકો દારૂ પીવે તેની સામે કોઈ વાંધો ન હોવાનું ફલિત થયું છે. સાંસદની ટીપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વડોદરાઃ ભરૂચના કસક વિસ્તારમાં ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્લાસ્ટીકની પોટલીઓ મળી આવતાં સાંસદ મનસુખ વસાવાએ પીતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીવું જોઈએ તેવી ટીપ્પણી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -