નવસારીમાં એસટી ડેપોમાં 3 લોકોને કચડી નાંખનારો ડ્રાઈવર સૌરાષ્ટ્રના ક્યા શહેરનો છે? કેટલા દિવસ પહેલાં જોડાયેલો?
આ ઘટના સમયે બસ ચાલક અકસ્માત કરી સ્થળ ઉપર બસ મુકી રફુચક્કર થઈ ગયો હતો. બસ મુકીને રફુચક્કરઆ પ્રવીણ મનુભાઈ દેવડિયા હજી 20 દિવસ પહેલાં જ ભરતી થયો હતો. આ ઉપરાંત પ્રવીણ મનુભાઈ ધાંધલ અમરેલી જિલ્લાના મોટા દેવળિયાનો વતની છે.
બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા જ્યારે ગંભીર ઈજા પામેલા યુવાનને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા પરંતુ ત્યાં હાજર તબીબે એમને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યાં હતા.
નવસારી એસ.ટી. ડેપોમાં સાંજના સમયે નવસારીથી અમલસાડ નવસારી ઈન્ટરસીટી બસનાં ચાલકે કહેવાતો નશો કરેલી હાલતમાં બસ પર કાબૂ જાળવી ના શકતા બસ પ્લેટફોર્મ નંબર 6 પર દોડી હતી. બસની રાહ જોઈને ત્યાં ઉભા રહેલા મૂસાફરો પર ધસી ગઈ હતી. બસને આવતી જોઈને ત્યાં ઉભેલા મૂસાફરો પોતાનો બચાવ કરવા માટે દોડ્યા હતાં. પરંતુ બે મહિલાઓ અને એક યુવાન પર બસ ચઢી ગઈ હતી જેથી તેઓ કચડાયા હતા.
નવસારી એસ.ટી. ડેપોમાં નવસારી-અમલસાડ એસટી બસનાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં બસ પ્લેટફોર્મની અંદર ધસી મુસાફરો પર ફરી વળતાં બે મહિલા અને એક યુવાનનો જીવ લીધો હતો. આ સમયે અફરા તફરીના માહોલ સર્જાયો હતો.