પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસને નિશાન બનાવીને શું કર્યો સવાલ, જાણો વિગત
ત્યાર બાદ દલિત નેતા અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ તેના સમર્થનમાં બોલવાનું શરૂ કરીને રૂપાણી સરકાર પર સીધો આક્ષેપ કર્યો હતો કે ગુજરાતના 50 લાખ દલિતોને રૂપાણી સરકાર પર ભરોસો નથી. મેવાણીના ગંભીર આક્ષેપોથી ડઘાઈ ગયેલા અધ્યક્ષે તાત્કાલિક અસરથી મેવાણીને બોલતા અટકાવવા માઈક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. મેવાણીનું માઈક બંધ કરતા જ કોંગ્રેસના ધારાસભ્યો પણ ઉભા થઈ ગયા હતા. ત્યાર બાદ ગૃહમાં ‘દલિત વિરોધી યે સરકાર નહીં ચલેગી’ના સૂત્રોચ્ચાર કરવામાં આવતા ગૃહની કાર્યવાહી ખોરંભે પડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App26 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભામાં પાટણ કલેક્ટર ઓફિસ ખાતે આત્મવિલોપન કરનારા દલિત ભાનુભાઈનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે ભાનુભાઈના આત્મવિલોપન અંગે તાકીદની બાબત ઉપસ્થિત કરી ન્યાયની માંગ કરી હતી. જેના સમર્થનમાં ધારાસભ્ય શૈલેષ પરમારે પણ સરકારને આડે હાથ લીધી હતી.
હાર્દિકે પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, અમને એમ હતું કે પરેશ ધાનાણી જેવા યુવા નેતા વિપક્ષ નેતા બનવાથી જનતાને ફાયદો થશે, પરંતુ જનતાના મુદ્દાઓ નહીં ઉઠવાથી જનતાના વિશ્વાસ પર પાણી ફરી રહ્યું છે. મજબૂત વિપક્ષ હોવા છતાં જો જનતા નિરાશ થાય તો હવે જનતા ક્યાં જશે?
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસથી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભા ગૃહમાં દલિત આત્મવિલોપનનો મુદ્દો વારંવાર ઉઠી રહ્યો છે. જે એક સારી બાબત છે અને ઉઠવો પણ જોઈએ. પરંતુ છેલ્લા અઢી વર્ષથી ચાલતા પાટીદાર અનામત આંદોલન કે જેમાં શહીદ થયેલા 14 પાટીદાર યુવાનો અને નિર્દોષ પર થયેલા ખોટા રાજદ્રોહના કેસોનો મુદ્દો કેમ કોઈ કોંગ્રેસના ધારાસભ્ય નથી ઉઠાવતા અને વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી કેમ ચૂપ છે?
અમદાવાદઃ છેલ્લા પાંચ દિવસથી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને વિધાનસભા ગૃહમાં દલિત આત્મવિલોપનનો મુદ્દો વારંવાર ઉઠી રહ્યો છે. દલિતો પર થનારા અત્યાચારોને લઈને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીથી લઈ કોંગ્રેસના નેતા શૈલેષ પરમાર અને પરેશ ધાનાણી પણ મુદ્દો ઉઠાવી રહ્યા છે. આ વાતને લઈને પાસના કન્વીનર એવા હાર્દિક પટેલે નિવેદન કર્યું છે કે, કોંગ્રેસના ધારાસભ્યો પાટીદારો પર થયેલા રાજદ્રોહના કેસો અને 14 પાટીદારોની શહીદીને લઈ કેમ ચૂપ છે. આ નિવેદનથી કોંગ્રેસમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -