ભાભરઃ યુવકના ટૂકડે ટૂકડા કરી નાંખેલી લાશ મળી આવતાં અરેરાટી, પ્રેમ પ્રકરણમાં હત્યાની શંકા
હત્યા કરીને કોઈ અહીં લાશ ફેંકી ગયું હોવાની શંકા છે. ગામના લોકોને આ શંકાસ્પદ થેલી અંગે જાણ થતાં તેમણે પોલીસને બોલાવી હતી. પોલીસના મતે અન્ય જગ્યાએ હત્યા કરીને અહીં લાશ ફેંકવામાં આવી હોઇ શકે છે. મૃતક યુવક 25 થી 30 વર્ષની ઉંમરનો છે. એફએસએલ, ડોગ સ્કવોડની પણ મદદ લેવાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાભર: ભાભરના મેસપુરામાંતી ખાતરની થેલીમાં ભરેલી યુવકની 12 કડકા કરી નાંખેલી લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગી હતી. મેસપુરા ચલાદર રોડ પરથી ખાતરની થેલીમાં બાંધીને નિર્વસ્ત્ર હાલતમાં કટકા કરેલી યુવકની લાશ કોઈ નાંખી ગયું હોવાની બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે, આ મૃતદેહ કોનો છે તે હજુ જાણી શકાયું નથી. પરંતુ આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે મેસપુરા રોડની સાઈડમાં રવિવારે સવારે ખાતરની થેલી વાયરથી બાંધેલી હાલતમાં પડેલી જોતાં લોકોને શંકાસ્પદ લાગતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે થેલી ખોલતા અંદરથી યુવકના શરીરના 12 જેટલા ટૂકડા મળ્યા હતા. માથુ, હાથ, પગ, ધડ સહિતના શરીરના ટૂકડાં કરેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી અવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસના ગામોમાંથી પણ લોકો ભેગા થઈ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -