કવિ, પત્રકાર, રાજનેતાઃ દરેક રોલમાં વાજપેયીએ જમાવી ધાક
25 ડિસેમ્બર, 1924ના રોજ અટલ બિહારી વાજપેયીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણ બિહારી વાજપેયી અને માતા કૃષ્ણ દેવી હતા. વાજપેયી તેમના માતા-પિતાનું સાતમું સંતાન છે. તેમને ત્રણ મોટા ભાઈ અને ત્રણ બહેનો હતી.અટલજીના મોટા ભાઈઓના નામ અવધબિહારી, સદાબિહારી અને પ્રેમબિહારી છે. અટલજી બાળપણથી જ અંતર્મુખી અને પ્રતિભા સંપન્ન હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅટલજી જ્યારે પાંચમાં ધોરણમાં હતા ત્યારે તેમણે પ્રથમ વખત ભાષણ આપ્યું હતું. કોલેજમં પણ તેમણે વાદ-વિવાદ સ્પર્ધામાં પ્રથમ ઈનામ જીત્યું હતું. વિક્ટોરિયા કોલેજ (હાલની લક્ષ્મીબાઈ કોલેજ)માંથી તેમણે સ્નાતકની ડિગ્રી મેળવી હતી. સ્નાતકમાં તેમણે હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતમાં ડિસ્ટિંકશન મેળવ્યું હતું.
અટલ બિહારી વાજપેયી 1951થી ભારતીય રાજનીતિનો હિસ્સો બન્યા હતા. તેઓ 1955માં પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા. જે બાદ 1957માં સાંસદ બન્યા. અટલ બિહારી વાજપેયી કુલ 10 વખત લોકસભા સાંસદ રહ્યા. ઉપરાંત 1962 અને 1986માં રાજ્યસા સાંસદ પણ રહ્યા. આ દરમિયાન અટલજીએ ઉત્તરપ્રદેશ, નવી દિલ્હી અને મધ્ય પ્રદેશથી લોકસભા ચૂંટણી લડી અને જીત્યા. આ ઉપરાંત તેઓ ગુજરાતથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. આમ ચાર અલગ અલગ રાજ્યોમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હોય તેવા એક માત્ર સભ્ય છે.
વર્ષ 1999ની વાજપેયીની પાકિસ્તાન યાત્રાની તેમની પાર્ટીના જ કેટલાક નેતાઓએ આલોચના કરી હતી. તેઓ બસમાં સવાર થઈને લાહોર પહોંચ્યા હતા. વાજપેયીની આ રાજકીય સફળતાને ભારત-પાક સંબંધોમાં એક નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવતી હતી પરંતુ આ દરમિયાન પાકિસ્તાની સેનાએ ગુપચુપ અભિયાન અંતર્ગત સૈનિકોને કારગિલમાં ઘૂસણખોરી કરાવી અને તે બાદ થયેલા યુદ્ધમાં પાકિસ્તાનની હાર થઈ હતી.
અટલ બિહારી વાજપેયી ભારતીય રાજનીતિમાં એવું નામ છે જેમણે તેમના વ્યક્તિત્વ અને કૃતિત્વથી ન માત્ર સર્વ સ્વીકૃતિ અને સમ્માન હાંસલ કર્યું પરંતુ તમામ અવરોધો પાર કરીને 90ના દાયકામાં ભાજપને સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. વાજપેયીના વ્યક્તિત્વના કમાલના કારણે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તે પછીના સમયમાં બીજેપીની સાથે સતત નવા સહયોગી દળો જોડાતા ગયા અને તેમને વડાપ્રધાન તરીકે પણ પસંદ કરવામાં આવ્યા.
અટલ બિહારી વાજપેયી માસિક મેગેઝિન ‘રાષ્ટ્રધર્મ’ અને ‘પાંચજન્ય’ ઉપરાંત સમાચાર પત્રો ‘સ્વદેશ’ અને ‘વીર અર્જુન’ના સંપાદક રહ્યા છે. પોતાની ભાષણકળા, મનમોહક હાસ્ય, વાણીનો પ્રાસ, લેખન તથા વિચારધારા પ્રત્યે નિષ્ઠા અને નક્કર ફેંસલા લેવા માટે જાણીતા વાજપેયીને ભારત તથા પાકિસ્તાનના મતભેદો દૂર કરવાની દિશામાં મહત્વની પહેલ કરવાનો શ્રેય આપવામાં આવે છે. તેમના આ પગલાના કારણે બીજેપીને રાષ્ટ્રવાદી રાજકીય એજન્ડાથી ઉપર જઈ એક સર્વ સ્વીકૃત રાજનેતાના રૂપમાં માનવામાં આવે છે.
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત અતિ નાજુક હોવાનું એઇમ્સના તાજેતરના બુલેટિનમાં જણાવાયું છે. અટલ બિહારીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે 11 જૂનના રોજ એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લાં 9 વર્ષથી બીમાર છે. છેલ્લા 24 કલાકથી તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નથી થઈ રહ્યો. હાલ તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. 93 વર્ષીય પૂર્વ પીએમ અને બીજેપીના વરિષ્ઠ નેતા વાજપેયી 11 જૂનથી હોસ્પિટલમાં દાખલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -