અરુણાચલમાં ભાજપનાં પૂર્વ મંત્રી અને NPPનાં કયા બે ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા, જાણો વિગત
ભાજપનાં 48 ધારાસભ્યો છે અને તેને બે અપક્ષ ધારાસભ્યોનો પણ સપોર્ટ છે. અત્રે ઉલ્લેખની છે કે, થોડા દિવસો પહેલા અરુણાચલ પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપનાં સિનીયર નેતા ગેગોંગ અપંગે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહને એક પત્ર લખીને કહ્યું હતું કે, ભાજપ હવે તેના સિદ્ધાંતોને ભુલી ગયું છે. વાજપેયીની વિચારધારાને ભાજપ ભુલી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સિવાય ભાજપનાં પૂર્વ મંત્રી અને કાર્યકરો કોમોલી મોસાંગ અને લિચિ લેગી પણ કોંગ્રેસમાં જોડાયા હતા. અરુણાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસનાં માત્ર ત્રણ ધારાસભ્યો છે. હવે આ બે નવા ધારાસભ્યો આવતાં આ સંખ્યા પાંચ થઈ ગઈ છે. નેશનલ પિપલ્સ પાર્ટીનાં સાત ધારાસભ્યો હતા તે ઘટીને હવે પાંચ થઈ ગયા છે. અરુણાચલ પ્રદેશ વિધાનસભામાં 60 બેઠકો છે.
લોકસભા ચૂંટણી પહેલા આ એક મહત્વનાં સમાચાર છે. અરુણાચલ પ્રદેશમાં નેશનલ પિપલ્સ પાર્ટી (NPP)નાં બે ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાયા છે. આ બે ધારાસભ્યોમાં તપંગ તલોહ અને રાજેશ તછોનો સમાવેશ થાય છે. તેમણે એનપીપી છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -