ઉત્તર પ્રદેશમાં લાગ્યા વિવાદાસ્પદ પોસ્ટર, અલ્પેશ ઠાકોરનું માથુ વાઢનારને 1 કરોડનું ઈનામ
ભવાની ઠાકુરે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોરના માથા પર એક કરોડ રૂપિયાનું ઇનામ રાખ્યું છે અને ઘણી જગ્યાએ તેના પોસ્ટરો લગાવ્યા છે. જો અલ્પેશ ગુજરાતની બહાર નહીં નિકળે તો લોકો ગુજરાત જઈને તેનું માથું કાપી લાવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાને બ્રિગેડના રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવનાર ભવાની ઠાકુરે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર અને તેના સાથી રાક્ષસી પ્રકૃતિના છે જે દબાયેલા ગરીબ મજુરો સાથે મારપીટ કરીને કાયરતા બતાવી રહ્યા છે. આ લોકો દેશ તોડવાનું કામ કરે છે અને તેમના વિરોધમાં બધાએ એકસાથે આવવું જોઈએ.
લખનઉ: ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં સાર્વજનિક સ્થળો પર વિવાદાસ્પદ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું માથું કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહારાની પદ્માવતી યૂથ બ્રિગેડ નામના સંગઠને આ પોસ્ટર લગાવ્યા છે. ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલાઓ બાદ આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -