કેન્દ્ર સરકારની નોકરીઓમાં ગરીબ સવર્ણોને 1 ફેબ્રુઆરીથી મળશે 10% અનામતનો લાભ, નોટિફિકેશન પડ્યું બહાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jan 2019 05:15 PM (IST)
1
ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપતા કાનૂનને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 13 જાન્યુઆરીએ મંજૂરી આપી હતી. જ્યારે આ અંગેનું બિલ 9 જાન્યુઆરીએ સંસદમાં પાસ થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ કાનૂન મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે તેના દ્વારા મોદી સરકાર વિવિધ સવર્ણ જાતિઓ પર તેની પકડ મજબૂત કરી શકે છે. કારણકે આ જાતિઓ ધીમે ધીમે તેમનાથી દૂર થઈ રહી હતી, જ્યારે 2014માં મોદીને આ જાતિઓનું સમર્થન મળ્યું હતું.
3
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની નોકરીઓમાં ગરીબ સવર્ણોને 1 ફેબ્રુઆરીથી 10 ટકા અનામત મળશે. આ અંગે કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પહેલા 10 ટકા અનામત આપતો કાયદો ગુજરાત અને ઝારખંડમાં લાગુ થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -