BSFએ લીધો શહીદ જવાન હાજરાનો બદલો, પાકિસ્તાનના 10 રેન્જર્સ કર્યાં ઠાર
BSF જવાન જન્મદિવસે જ થયો શહીદ જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કરાયેલા ગોળીબારોમાં સરહદી સુરક્ષા દળ (બીએસએફ)નો એક જવાન શહીદ થયો હતો. પાકિસ્તાની ગોળીબારોમાં શહીદ થયેલા બીએસએફ જવાનનું નામ આર.પી. હજરા છે. હાજરા સાંબા સેક્ટરમાં હેડ કોન્સ્ટેબલ પદે નિયુક્ત હતા અને બુધવારે તેમનો જન્મદિવસ હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટનાના થોડા દિવસો પહેલા 31 ડિસેમ્બર 2017ના રોજ રાજોરી જિલ્લામાં એલઓસી પર પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં સેનાના એક જવાનનું મોત થયું હતું.
2017માં પાકિસ્તાને છેલ્લા એક દાયકામાં સૌથી વધુ વખત સંઘર્ષ વિરામનો ભંગ કર્યો હતો. જેના કારણે સેનાના 19 અને બીએસએફના ચાર જવાન સહિત 35 લોકોના મોત થયા હતા.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સીમા પારથી પાકિસ્તાને બુધવારે કરેલા સીઝફાયરના ઉલ્લંઘનમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો. આ જવાનની શહીદીનો બદલો ભારતે માત્ર 24 કલાકમાં જ લઇ લીધો છે. ગુરુવારે સાંબા સેક્ટરમાં બીએસએફે પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહી કરીને 10 પાકિસ્તાની રેન્જર્સને ઠાર કર્યા. ઉપરાંત એલઓસી પાર 4 પાકિસ્તાની ચોકીઓ પણ તબાહ કરી દીધી. સરહદે પાકિસ્તાન દ્વારા કોઇ પણ પ્રકારની ઉશ્કેરણી વિના કરવામાં આવેલી કાર્યવાહીને કારણે તંગદિલીનું વાતાવરણ સર્જાયેલું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -