આતંકીઓ સામે સરકાર આકરા મૂડમાં, કાશ્મીરમાં 100 NSG કમાન્ડો ઉતાર્યા, એન્ટી-હાઇજેક ડ્રિલમાં માહિર છે કમાન્ડો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેનાના ઓફિસરોએ જણાવ્યું કે, બહુ જલ્દી NSGના 100 કમાન્ડો બીએસએફના કેમ્પો પર તૈનાત કરી દેવામાં આવશે. બાદમાં આ આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા ઓપરેશનમાં સામેલ થશે. તેમને એરપોર્ટની આસપાસ તૈનાત કરવામાં આવશે. એક અધિકારી અનુસાર, આ કમાન્ડો એન્ટી હાઇજેક ડ્રિલ કરવામાં માહિર છે.
પોલીસે આ પગલુ વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યાના વિરોધમાં અલગાવવાદી સંગઠને કરેલા પ્રદર્શનને ધ્યાનમાં રાખનીને ઉઠાવ્યું છે. 14 જૂને રાઇઝિંગ કાશ્મીરના સંપાદક શુજાત બુખારીની તેમની ઓફિસની બહાર હત્યા કરી દેવામાં આવી હતી.
ઓફિસરોનું કહેવું છે કે, કાશ્મીર ઘાટીમાં થોડાક સમય માટે NSGની એક ટીમ મોકલવામાં આવી છે અને શહેરના બહારના વિસ્તારોમાં તેઓ સખત કાર્યવાહી કરી રહ્યાં છે. આતંકીઓની વધતી જતી ગતિવિધીઓને લઇને હવે સરકાર અને સેનાએ સખત કાર્યવાહી હાથ ધરી છે.
ગયા મહિને ગૃહ મંત્રાલયે NSGને કાશ્મીરમાં તૈનાત કરવામાં માટે લીલીઝંડી આપી દીધી હતી. NSG કમાન્ડો છેલ્લા બે અઠવાડિયાથી બીએસએફના હુમહુમા કેમ્પ પર ટ્રેનિંગ કરી રહ્યાં છે.
શ્રીનગરઃ કાશ્મીર ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ સરકાર આકરા મૂડમાં આવી ગઇ છે, આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવેલા ઓપરેશનમાં નેશનલ સિક્યૂરિટી ગાર્ડ્સ (NSG) તૈનાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં હાલ રાજ્યપાલ શાસન લાગુ થઇ ગયું છે છે અને અલગાવવાદીઓ પર સખ્તી શરૂ થઇ ગઇ છે. ગુરુવારે જમ્મુ-કાશ્મીરના લિબરેશન ફ્રન્ટના પ્રમુખ યાસીન મલિકની ધરપકડ કરી લેવામાં આવી છે. વળી, હૂર્રિયત કૉન્ફરન્સ નરમપંથી જૂથના અધ્યક્ષ મીરવાઇઝ ઉમર ફારુકને તેમના ઘરે નજરબંધ કરી દેવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -