દિલ્હીઃ બુરાડીમાં એકજ ઘરમાંથી મળ્યા 11 મૃતદેહ, કેટલાક દોરડાથી બાંધેલા મળ્યા
જોકે, પોલીસ શરૂઆતી તપાસમાં આત્મહત્યાનો મામલો માની રહી છે, પોલીસે આખા એરિયાને ઘેરી લીધો છે. આ 11 મૃતદેહો બુરાડીના સંત નગર ગલી નંબર 24માં ગુરુદ્વારા પાસે સ્થિત એક ઘરમાંથી મળી આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહજુ સુધી સ્પષ્ટ નથી થયું કે આ આત્મહત્યાનો મામલો છે કે હત્યાનો. આ રીતે 11 લોકોના મૃતદેહો એકસાથે મળી આવવા ચોંકાવનારી વાત છે. પોલીસનું કહેવું છે કે, બધા એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે જેથી તેમના પાછળના કારણો જાણી શકાય.
મૃતકોમાં સાત મહિલાઓ અને ચાર પુરુષો સામેલ છે. આમના મોત કઇ રીતે થયા તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. કહેવાઇ રહ્યું છે કે, કેટલાક લોકોના હાથ પગ બાંધેલા હતા તો કેટલાકની આંખો પર પટ્ટી બાંધેલી હતી
નવી દિલ્હીઃ દિલ્હીમાં બુરાડીમાં સંતનગરમાં રવિવારે સવારે એક ઘરમાં સંદિગ્ધ સ્થિતિમાં 11 મૃતદેહો મળવાથી હડકંપ મચી ગયો છે. બધા મૃતદેહો દોડડાથી લટકેલાં મળ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -