ચંડીગઢઃ 15 વર્ષના વિદ્યાર્થી સાથે સેક્સ કરતી હતી 34 વર્ષની શિક્ષિકા, આ રીતે ફૂટ્યો ભાંડો
વિદ્યાર્થીએ કાઉન્સલરને જણાવ્યું કે, ટીચર તેને માર મારતી હતી અને તેની સાથે સેક્સ માટે મજબૂર કરતી હતી. ટીચરે બાળકને એક સિમ કાર્ડ અને મોબાઇલ આપ્યો હતો જેથી તે તેની સાથે વાત કરી શકે. બાળકના મોબાઇલમાં ટીચરે મોકલેલા મેસેજથી જાણવા મળ્યું કે, શિક્ષિકા માર્ચથી વિદ્યાર્થીને હેરાન કરતો હતો. પોલીસે જણાવ્યું કે, ટીચરને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જ્યાંથી તેને જેલ મોકલી દેવામાં આવી છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે ટીચરને જાણ થઇ કે વિદ્યાર્થીને તેની પાસે ભણવા મોકલાશે નહી તો તે બાળકને ખેંચીને પોતાની સાથે એક રૂમમાં લઇ ગઇ અને દરવાજો બંધ કરી દીધો હતો. ગભરાયેલા માતા પિતાએ પાડોશીઓની મદદથી બાળકને શિક્ષિકા પાસેથી છોડાવ્યો હતો. થોડા સમય બાદ શિક્ષિકા બાળકના ઘરે પહોંચી ગઇ અને કફ શિરપ પી લીધી હતી. શિક્ષિકાની હરકતોથી પરેશાન બાળકના માતાપિતાએ આ ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. આ ઘટના બાદ પીડિત વિદ્યાર્થી ચૂપ રહેવા લાગ્યો. માતાપિતાએ બાળકને સારવાર માટે કાઉન્સલરની મદદ લીધી તો અલગ જ ઘટનાનો ખુલાસો થયો હતો.
ચાઇલ્ડ હેલ્પલાઇનની પ્રોજેક્ટ મેનેજર જણાવ્યું કે, પીડિત વિદ્યાર્થી 10મા ધોરણનો સ્ટૂડન્ટ છે. વિદ્યાર્થી અને શિક્ષિકા બંન્ને એક જ મહોલ્લામાં રહે છે. પીડિત વિદ્યાર્થીને પોતાના ઘરે બોલાવી શિક્ષિકા ટ્યુશન લેતી હતી. વિદ્યાર્થી 10મા ધોરણમાં ફેઇલ થતા તેના માતા પિતા 22 મેના રોજ ટિચરના ઘરે પહોંચ્યા હતા અને કહ્યુ હતું કે, તેઓ હવે તેના બાળકને તેમની પાસે ભણવા મોકલશે નહીં.
જ્યારે બાળકના માતાપિતાને શિક્ષિકાની કરતૂતની જાણ થઇ ત્યારે તેમણે ચાઇલ્ડ હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે શિક્ષિકા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરાયો છે.
ચંડીગઢઃ હરિયાણાના ચંડીગઢમાં એક 34 વર્ષીય મહિલા શિક્ષિકા પર પોતાના 14 વર્ષના વિદ્યાર્થીનું શારિરીક શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. પીડિત વિદ્યાર્થી શિક્ષિકા પાસે ટ્યુશનમાં જતો હતો. આરોપી મહિલા શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -