તમિલનાડુમાં ઈન્કમટેક્સ વિભાગના દરોડા, 160 કરોડ કેસ, 100 કિલો સોનું જપ્ત
આ ઉપરાંત 1૦૦ કિલો સોનાના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. દરોડાની કાર્યવાહી હજુ ચાલુ છે અને આ આંકડો વધી શકે તેમ છે. રોકડ રકમ એક ટ્રાવેલર બેગ અને પાર્કિંગમાં ઊભેલી કારમાંથી મળી આવી હતી. જ્યારે જ્વેલરી ઉપરાંત સોનાનાં ડઝન જેટલાં બિસ્કિટ પણ મળી આવ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ચેન્નઈ, મદુરાઈ, અરુપુકોટાઈ અને વેલુર સહિત અનેક સ્થળોએ કંપનીના પરિસર પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઈન્કમટેક્સ વિભાગે કંપનીના 20 જેટલા સંકુલ પર ‘ઓપરેશન પાર્કિંગ મની’ના નામે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કંપનીના મુખ્ય સૂત્રધાર નાગરાજનના મુખ્યપ્રધાન ઈ. પલાનીસ્વામી સહિત એઆઈએડીએમકેના મોટા નેતાઓ સાથે તેમને નીકટના સંબંધો છે.
ઈન્કમટેક્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશમાં ફાળવવામાં આવેલા દરોડામાં આ સૌથી મોટી જપ્તી છે. તેમણે જણાવ્યું હતું કે ઈન્કમટેક્સ વિભાગને કંપની દ્વારા નાણાંની જંગી અને અસાધારણ લેવડદેવડની જણકારી મળી હતી અને ત્યારબાદ કર ચોરીની શંકા પર દરોડા પાડવામાં આવ્યા હતા.
ચેન્નઈ: તમિલનાડુમાં ઈન્કમટેક્સ વિભાગે હાઈવે કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલી એક કંપની સહિત 20 જગ્યાએ દોરડા પાડ્યા હતા. જેમાં 160 કરોડ રૂપિયા રોકડા અને 100 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું. ઈન્કમટેક્સ વિભાગે સોમવારે ‘ઓપરેશન પાર્કિંગ મની’ ના નામથી આ ઓપરેશન શરૂ કર્યું હતું.
તમિલનાડુની મેસર્સ એસપીકે એન્ડ કંપનીના પરિસર પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે સરકાર તરફથી કોન્ટ્રાક્ટ કર્યા બાદ માર્ગ અને હાઈવે નિર્માણ સાથે સંકળાયેલ આ એક પાર્ટનરશિપ કંપની છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે દરોડાની કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં 160 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે, જે બિનહિસાબી હોવાની શંકા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -