કાશ્મીરમાં આતંકવાદીઓનો કાળો કેર, આર્મી કેમ્પ પર હુમલો, 17 જવાનો શહીદ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લાના ઉરીમાં આવેલા આર્મી કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં 17 જવાનો શહીદ થયા હતા. લશ્કરી જવાનોએ 4 આતંકવાદીને ઠાર માર્યા હતા જ્યારે એક આતંકવાદી હજુ છૂપાયો હોવાની આશંકા છે.
આતંકવાદીઓ અંધારાનો લાભ લઈને કેમ્પમાં ઘૂસી ગયા હતા. તેમણે બોમ્બ ફેંકીને લશ્કરી જવાનોની બેરેક્સને આગ લગાડી દીધી હતી. આ પ્રકારના આતંકવાદી હુમલાની જવાનોને કલ્પના જ નહોતી.
આતંકવાદીઓ આજે વહેલી સવારે 5.30 કલાકે ઉરીમાં 12મી બ્રિગેડના હેડક્વાર્ટરની ફેન્સ તોડીને ત્રાટક્યા હતા. આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર અને બોમ્બ ધડાકા કરીને હાહાકાર મચાવી દીધો હતો.
આ હુમલાની ખબર પડતાં જ લશ્કરે પોતાનાં ત્રણ હેલિકોપ્ટરો ઉરી રવાના કર્યાં હતાં અને સ્પેશિયલ ફોર્સીસના જવાનોને વિમાનમાંથી નીચે ઉતાર્યા હતા. તેમણે ચાર કલાકના ઓપરેશન પછી 4 આતંકવાદીને ઠાર કર્યા હતા.
કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે આ હુમલાના સમાચાર મળતાં જ સુરક્ષા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી હતી. તેમણે અમેરિકા અને રશિયાની પોતાની સૂચિતા યાત્રા પણ રદ કરી નાંખી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -