બેંગલુરુમાં વૃદ્ધ મહિલાના ફ્લેટમાંથી 2.25 કરોડ, ગોવામાં 68 લાખની નવી નોટ પકડાઈ
જેમાં આવકવેરા વિભાગે બેંગલુરૂમાંથી રૂપિયા ૨.૨૫ કરોડની નવી કરન્સી જપ્ત કરી હતી તો પણજીમાંથી રૂપિયા ૬૮ લાખની નવી નોટો જપ્ત કરવામાં આવી હતી. જ્યારે ફરિદાબાદમાં રૂપિયા ૨૫ લાખથી વધુની રૂપિયા ૨૦૦૦ની નવી નોટો સાથે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદરમિયાન દિલ્હીમાં પણ આઈટીના દરોડામાં કારોલબાગ ખાતેની એક હોટેલમાંથી રૂપિયા ૩.૨૫ કરોડની જૂની નોટો હાથ લાગી હતી. આ મામલે પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ જૂની નોટો મુંબઈ સ્થિત કોઈ હવાલા ઓપરેટર્સની હતી. તેમણે આ નોટો પેક કરવા માટે પેકેજિંગ સ્પેશિયાલિસ્ટ્સને પણ કામે લગાડ્યા હતા. તેઓએ આ નોટો એવી રીતે પેક કરી હતી કે તે એરપોર્ટ પર સ્કેનીંગ મશીનોમાં પકડાઈ ન શકે. જેના માટે તેઓ ખાસ પ્રકારની ટેપ અને વાયરોનો ઉપયોગ કરતા હતા જે ઓળખાયા વિના જ એક્સ-રેમાંથી પસાર થઈ શકે છે. આઈટી વિભાગે આ નોટો જપ્ત કરી છે.
બેંગલુરુમાં એક અપાર્ટમેન્ટમાં દરોડા પાડવા પહોંચેલી આવકવેરા વિભાગની ટીમને વિચિત્ર સંકટનો સામનો કરવો પડ્યો હતો. અપાર્ટમેન્ટની રખેવાળી કરનાર એક વૃદ્ધ મહિલાએ ટીમ પર પાળીતા કૂતરા છોડી દીધા હતા. આ સમયે આઈટી કર્મચારીઓ વિમાસણમાં મૂકાઈ ગયા હતા. જો કે આખરે તેમણે કામગીરી પૂરી કરી હતી. આ ઘટના બેંગલુરુના યશવંતપુર અપાર્ટમેન્ટમાં બની છે. જ્યાંથી આઈટીને ~ ૨.૮૯ કરોડની કેશ મળી છે.
નવી દિલ્હીઃ નવી નોટો મળવાનો સિલસિલો યથાવત જ છે. આવકવેરા વિભાગે કર્ણાટક અને ગોવાથી બુધવારે કુલ 3.57 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. કાળા નાણાં રાખનારા અને નકલી નોટો ધરાવતા લોકોની ધરપકડ માટેના આ વ્યાપક દરોડામાં દેશની રાજધાની દિલ્હી સહિત બેંગલુરુ, પણજી અને ફરિદાબાદમાંથી જૂની અને નવી એમ બંને પ્રકારની ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -