દેશના 20 શહેરોમાં 2030 સુધીમાં નવા એરપોર્ટની પડશે જરૂર, ગુજરાતના પણ 2 શહેરો છે લિસ્ટમાં, જાણો વિગત
નવી દિલ્હીઃ ભારતમાં પ્લેન ટ્રાફિકમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. મોદી સરકાર પર સસ્તા ભાડાની ફ્લાઇટને પ્રોત્સાહન આપી રહી છે. આ સંજોગોમાં ભારતમાં 2020 સુધીમાં ઓછામાં ઓછા 20 શહેરોમાં બીજા એરપોર્ટની જરૂરિયાત ઉભી થશે. આ કવાયતમાં સીધી રીતે સંકળાયેલા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના બે અધિકારીઓ દ્વારા નામ ન આપવાની શરતે આમ જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતના એરપોર્ટ પર ઉત્તરોત્તર પેસેન્જર્સની સંખ્યા વધી રહી છે. 2017-18માં 183.90 મિલિયન પેસેન્જર્સ નોંધાયા હતા. 2016-17માં આ સંખ્યા 158.43 મિલિયન અને 2015-16માં 134.98 મિલિયન હતી.
એક વખત આ કામ પૂરું થઈ ગયા બાદ રાજ્ય સરકારને આ અંગે પત્ર લખી તેમને માહિતગાર કરવામાં આવશે. ઉપરાંત તેમને નવા એરપોર્ટ માટે જમીન શોધી તેને 5 વર્ષમાં સંપૂર્ણ કાર્યરત કરવાનું કહેવામાં આવશે.
2030 સુધીમાં જે શહેરોમાં હાલના કાર્યરત એરપોર્ટ કરતાં અન્ય એરપોર્ટની જરૂર ઉભી થશે તેમાં મુંબઈ, દિલ્હી, ગોવા, વિશાખાપટ્ટનમ, જયપુર, પુણે, અમદાવાદ, રાજકોટ, પટના, કોલકાતા અને બેંગ્લોરનો સમાવેશ થાય છે. 2035 સુધીમાં આ યાદીમાં વધુ કેટલાક શહેરોનો સમાવેશ થઈ શકે તેમ છે. અને દરેક એરપોર્ટ કેટલા સમયગાળામાં કાર્યરત થઈ શકે તેનો અભ્યાસ ચાલુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -