પાકિસ્તાન હુમલો કરે તો ભારતના 22 કરોડ મુસ્લિમો સરહદ પર જઈ PAKને ઔકાત બતાવશે, કોણે કર્યું એલાન ? જાણો
આ પત્રકાર પરિષદમાં જેહાદ અંગેનો પ્રશ્ન પૂછાતાં તેમણે જણાવ્યું હતું કે, જેહાદ ધર્મની રક્ષા માટે થાય છે. માનવતાની વિરૂદ્ધનું કૃત્ય જેહાદ નથી. આતંકવાદીઓ જે કરી રહ્યાં છે તે જેહાદ નથી કેમ કે આતંકવાદીઓ નિર્દોષોની હત્યા કરે છે અને તેમને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે કહ્યું કે હિન્દુસ્તાનીઓ શાંતિ અને અમનમાં જીવન ગુજારે છે તેનો પાકિસ્તાન એવો અર્થ ના કાઢે કે તેમના હૂમલાનો જવાબ નહીં મળે. આવું સમજનાર પાકિસ્તાન હૂમલો કરવાની કોશિષ કરશે તો ભારતમાં રહેતાં22 કરોડ મુસલમાનો દેશની રક્ષા માટે સરહદ ઉપર આગળ ઉભા રહેશે.
અશરફે ઉરીના શહિદોને શ્રદ્ધાંજલી આપી હતી અને જણાવ્યું હતું કે ભારતીય સેનાએ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જીકલ સ્ટ્રાઇક કરી આતંકવાદીઓનો ખાતમો બોલાવ્યો એ બદલ ભારતીય લશ્કરને મારા લાખ લાખ વંદન છે.
ભરૂચ: પાકિસ્તાન ભારત પર હુમલો કરવાની ગુસ્તાખી કરશે તો ભારતના 22 કરોડ મુસલમાન સરહદ પર ઉભા રહીને પાકિસ્તાનનો મુકાબલો કરશે તેવું એલાન મુસ્લિમ નેતા સૈયદ આલમગીર અશરફે કર્યું છે. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન હુમલો તો કરે, ભારતના મુસ્લિમો તેને પોતાની ઔકાત બતાવી દેશે.
ઓલ ઈન્ડિયા ઉલેમા એન્ડ મશાઈખ બોર્ડના પ્રમુખ અશરફે મહોરમના કાર્યક્રમમાં હાજરી આપવા ભરૂચ આવ્યા હતા. અહીં તેમણે પત્રકાર પરિષદ ભરીને એલાન કર્યું હતું કે પાકિસ્તાન કોઈ ભ્રમમાં ના રહે કેમ કે આ દેશના મુસ્લિમો જ તેને હરાવવા માટે સક્ષમ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -