આ છે બ્લેક મનીનો પુરાવો, કાર ખરીદનારા 25 લાખ પણ ટેક્સ ભરનારા કેટલા? આંકડો જાણીને ચોંકી જશો
૧.૪૭ લાખ કરદાતાઓએ વાર્ષિક આવક રૂપિયા ૫૦ લાખથી વધુ જાહેર કરી છે. બીજી જાણવાની વાત એ છે કે ૨૦૧૪-૧૫માં ૧.૬૧ કરોડ લોકોએ ટીડીએસ કપાવી છે, પરંતુ તેમને આઇટીઆર ફાઇલ કર્યા નથી. ૧૨૫ કરોડથી વધુ લોકોના દેશમાં માત્ર ૩.૬૫ કરોડ વ્યક્તિઓએ જ ૨૦૧૪-૧૫માં તેમનું ટેક્સ રિટર્ન્સ ભર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવક વેરાના આંકડામાં જણાવાયું છે કે માત્ર ૪૮,૪૧૭ વ્યક્તિઓએ જ એક વર્ષમાં એક કરોડથી વધુની આવક દર્શાવી છે. પરંતુ બીએમડબલ્યુ, જગુઆર, ઓડી, મર્સિડીઝ, પોર્શ અને માસેરાટી જેવી લક્ઝરી બ્રાન્ડ્સની ૩૫,૦૦૦ કારોનું દર વર્ષે વેચાણ થાય છે. ૨૪.૪ લાખ કરદાતાઓએ તેમની આક રૂપિયા ૧૦ લાખથી વધુ બતાવી છે.
આવકવેરા વિભાગના ટોચના અધિકારીએ ટેકસ રિટર્ન અને કારના વેચાણનાં પ્રમાણની સરખામણી કરતા કહ્યું કે, છેલ્લાં પાચ વર્ષોમાં કારનું વેચાણ સરેરાશ દરવર્ષે આશરે ૨૫ લાખ છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં કારનું વેચાણ અનુક્રમ ૨૫.૦૩ લાખ, ૨૬ લાખ અને ૨૭ લાખ હતું. આંકડાઓ સીધું દર્શાવે છે કે કરવેરાના વર્તુળથી બહાર રહેલા ઘણાં લોકો કારના માલિકો છે.
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગ પ્રમાણે દેશમાં 16.4 લાખ લોકોએ પોતાની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા કરતાં વધારે બતાવી છે. દેશમાં વર્ષભરમાં 27 લાખ કરતાં વધારે લોકો કારની ખરીદી કરે છે. તેમાંથી 35 હજાર લક્ઝુરિયસ કાર હોય છે. છેલ્લાં પાંચ વર્ષથી દર વર્ષે ૨૫ લાખ નવી કાર ખરીદવામાં આવી રહી છે. આમ લોકો આવક છુપાવીને લક્ઝરી ભોગવે છે તેનો આ આંકડા પુરાવો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -