શરમજનક: યૂપીમાં મુજફ્ફરપુર જેવો કાંડ,બાલિકા ગૃહ પર રેડ કરી છોડાવવામાં આવી 24 છોકરીઓ
બાળકીએ દાવો કર્યો છે કે તેની પાસે કચરા-પોતા અને વાસણ ધોવાનું કામ કરાવવામાં આવતું. બાલિકા ગૃહની સંચાલિકા ગિરજા ત્રિપાઠી અને તેના પતિ અને પુત્રીની ધરપકડ કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ અધિક્ષક રોહન પી કન્વયે જણાવ્યું કે, મા વિંધ્યવાસિની મહિલા અને બાલિકા સંરક્ષણ ગૃહ નામના એન્જીઓના લીસ્ટમાં 42 છોકરીઓના નામ નોંધાયેલા છે, પરંતુ જ્યારે રેડ કરવામાં આવી તો, માત્ર 24 છોકરીઓ મળી આવી. બાકી 18 છોકરીઓની શોધ કરવામાં આવી રહી છે. નારી સંરક્ષણ ગૃહ વિશે લાંબા સમયથી ફરિયાદ મળી રહી હતી. અનિયમિતતાના કારણે તેની માન્યતા જૂન-2017માં ખતમ કરી દેવામાં આવી હતી. સંચાલિકા હાઈકોર્ટમાંથી સ્ટે લાવીને તેને ચલાવી રહી હતી.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી રીટા બહુગુણા જોશીએ કહ્યું આ મામલે કડક કાર્યવાહી કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેવરિયાના ડીએમ સુજીત કુમારને હટાવવાના આદેશ આપ્યા છે. રિપોર્ટ સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
લખનઉ: બિહારના મુજફ્ફરપુર બાલિકા ગૃહનો મામલો હજુ શાંત નથી થયો ત્યા આવો જ એક મામલો ઉત્તર પ્રદેશના દેવરિયામાં સામે આવ્યો છે. દેવરીયાના નારી સંરક્ષણ ગૃહમાં પણ દેહ વ્યાપાર કરાવવાનો ખુલાસો થયો છે. રવિવારે સાંજે સંરક્ષણ ગૃહમાંથી ભાગી ગયેલી એક છોકરીએ જ્યારે પોલીસને આ જાણકારી આપી તો હાહાકાર મચી ગયો હતો. આ મામલો શહેરના વિન્ધ્યાવાસિની બાલિકા ગૃહ સાથે જોડાયેલો છે. પોલીસે રાત્રે જ સંરક્ષણ ગૃહ પર રેડ કરી તો, 42માંથી 18 છોકરીઓ ગાયબ હતી. પોલીસે 24 છોકરીઓને મુક્ત કરાવી સંચાલિકા અને તેના પતિની ધરપકડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -