અકસ્માતની દર્દનાક તસવીરો: બાળકોને બચાવવા લોકોએ કેવી રીતે કરી મદદ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનૂરપુર: નૂરપુરના વજીર રામસિંહ પઠાણિયા હાઈ પબ્લિક સ્કૂલની બસ દુર્ઘટનાગ્રસ્ત થવાથી 30 લોકોનાં મોત થયા હતાં. તેમાં 27 બાળકો, બે ટીચર્સ, એક ડ્રાઈવર અને એક મહિલા સામેલ છે જેણે બસમાં લિફ્ટ લીધી હતી. સ્થાનિક લોકોને જાણ થતાં લોકો દોડી આવ્યા હતાં અને બાળકોને બચાવ કામગીરી શરૂ દીધી હતી જોકે અમુક લોકોએ તો ખોળામાં તો ખભા બેસીને બાળકોને બચાવ્યા હતા જેની તસવીરો દર્દનાક હતી.
રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે દુર્ઘટના પર દુઃખ દર્શાવીને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ દુર્ઘટનામાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ, ટીચર્સ અને ડ્રાઇવરના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની રાહત આપવાની પણ જાહેરાત કરી છે.
ઘટનાસ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે બસ ખાઈમાં ખાબકી તે દરમિયાન એક છોકરો તેમાંથી ઉછળીને બહાર પડી ગયો હતો. તે જેમ-તેમ કરીને ઉપર પહોંચ્યો અને તેણે બૂમો પાડીને લોકોને ભેગા કર્યા હતાં. ત્યારબાદ સ્થાનિક લોકોએ ખાઈમાં ઉતરીને બાકીના બાળકોને બહાર કાઢ્યા હતાં.
ગંભીર રીતે ઘાયલ 6 બાળકોનો ઈલાજ પઠાણકોટની અમનદીપ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે જ્યારે ચાર ઘાયલ વિદ્યાર્થીઓનો ઇલાત નૂરપુરની હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. કુલ 10 બાળકોને પઠાણકોટ મોકલવામાં આવ્યા હતા જેમાં ઇલાજ દરમિયાન 3ના મોત થઇ ગયા હતા.
અકસ્માતમાં બસ ડ્રાઇવર સેવાનિવૃત્ત સૈનિક મદનસિંહ સહિત 22 લોકોનાં સ્થળ પર જ મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે નૂરપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બસમાં કુલ 37 લોકો સવાર હતા. સોમવારે લગભગ 4.30 વાગે સ્કૂલ છૂટી ગયા પછી ખાનગી સ્કૂલની બસ બાળકોને ઘરે મૂકવા માટે જઈ રહી હતી. ચેલી ગામની નજીત સાંકડા રસ્તામાં એક મોટરસાયકલ વાળાને સાઈડ આપતી વખતે બસ અનિયંત્રિત થઈ અને 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -