28 વર્ષની મુસ્લીમ યુવતીએ પતિને ફરી પરણવા 65 વર્ષના બુઢ્ઢા સાથે કર્યા હલાલા, યુવતીને ભોગવીને વૃદ્ધે કર્યો તલાકનો ઇનકાર
બરેલીઃ ટ્રિપલ તલાકનો એક એવો કિસ્સો બરેલીમાં સામે આવ્યો છે કે, જેમાં હલાલા કરનાર વ્યક્તિ હવે 28 વર્ષીય યુવતીને તલાક આપવાનો ઇનકાર કરી રહ્યો છે. હલાલા કરનારની ઉંમર 65 વર્ષ છે, જેનું દિલ યુવતી પર આવી ગયું છે. જેને લીધે પહેલો પતિ પરેશાન છે. બીજી તરફ યુવતીએ પણ હલાલા કરનાર વૃદ્ધથી છૂટવા માટે કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની બહેન પાસે મદદની ગુહાર લગાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રિપલ તલાક પીડિત મહિલાઓનો અવાજ ઉઠાવનારી કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીની બહેન ફરહત નકવીએ કહ્યું કે, યુવતીએ જ્યારે પોતાની આપવીતી સંભળાવી તો હલાલા કરનારા સાથે તેમણે ફોન પર વાત કરી. આ વૃદ્ધે યુવતીને તલાક આપવા ઇનકાર કરી દીધો છે. ફરહતનું કહેવું છે કે, શહેરના કાજીના નિર્દેશને આધારે ખુલા કરાવીને યુવતીને તેના પહેલા પતિ પાસે મોકલવાનો પ્રયાસ કરીશું.
ઉત્તરાખંડના ખટીમાની જૂહીના નિકાહ ખટીમાના મોહમદ જાવેદ સાથે વર્ષ 2010માં થયા હતા. ત્રણ વર્ષ સુધી તો બરોબર ચાલ્યું, પરંતુ પછી નાની નાની વાતમાં ઝઘડા થવા લાગ્યા. દરમિયાન ગુસ્સામાં આવીને 2013માં જાવેદે જૂહીને ટ્રિપલ તલાક આપીને બધા સંબંધો તોડી નાંખ્યા.
હલાલાથી પરેશાન જૂહી અને જાવેદને બે દીકરા છે. ટ્રિપલ તલાક પછી એક દીકરો પિતા અને બીજો માતાના ભાગમાં આવ્યો છે. બંને દીકાર માતા-પિતાની યાદમાં રાતે રોવે છે. આ જ કારણ છે કે, ફરીથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ તાજો થયો હતો અને બંને ફરીથી સાથે રહેવા માટે તૈયાર થઈ ગયા હતા.
નવેમ્બર 2016માં જૂહી સાથે આ વૃદ્ધ હલાલા કર્યા. આ સમયે એવી શરત રખાઇ હતી કે, હલાલા પછી વૃદ્ધ તેને તલાક આપી દેશે. પરંતુ યુવાન પત્ની મેળવીને વૃદ્ધની દાનત બગડી ગઈ અને તેણે તલાક આપવાનો ઇનકાર કરી દીધો. હવે પહેલો પતિ જૂહી સાથે ફરીથી લગ્ન કરવા માગે છે, પરંતુ હલાલા કરનાર વૃદ્ધ યુવતીને તલાક આપવા તૈયાર નથી.
થોડા દિવસ પછી જાવેદને પોતાની ભૂલ સમજાઇ અને બંનેએ ફરી સાથે રહેવાનો નિર્ણય લીધો. બંનેએ સાથે રહેવા માટે હલાલાનો રિવાજ નિભાવવાનો હતો. પરિવારજનોએ બરેલીના એક 65 વર્ષીય વૃદ્ધ સાથે હલાલા કરવાની મંજૂરી આપી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -