#MeToo મામલાની સુનાવણી માટે 4 નિવૃત જજોની પેનલ બનાવાશે: મેનકા ગાંધી
આ પહેલા મેનકા ગાંધી કહિ ચુક્યા છે કે કોઈપણ પ્રકારના જાતીય શોષણના કેસ ગમે તેટલા વર્ષ જૂના હોય તો પણ ફરીયાદ દાખલ થવી જોઈએ. મેનકા ગાંધીએ કહ્યું સમય પસાર થતા મહિલાઓ પોતાની સાથે થયેલા દુર્વ્યવહાર નથી ભૂલી શકતી એટલે અમે કાનૂન મંત્રાલયને પત્ર લખ્યો છે કે ગમે તેટલા વર્ષ જૂના કેસ હોય તેની પણ ફરીયાદ દાખલ થવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય મંત્રીએ કહ્યું, વરિષ્ઠ ન્યાયાધિશ, કાયદાના વિશેષજ્ઞોવાળી પ્રસ્તાવિત સમિતિ #MeTooથી ઉત્પન્ન તમામ મુદ્દાઓને જોશે. આ સાથે જ તેમણે કહ્યું, યૌન શોષણની ફરિયાદોને લઈ જે મહિલાઓ સામે આવી છે, મને તેમના પર પૂરો વિશ્વાસ છે. હું દરેક ફરિયાદ અને પીડા તથા આઘાતને સમજી શકુ છું.
નવી દિલ્હી: ભારતમાં ચાલી રહેલા #MeToo અભિયાન વચ્ચે કેંદ્રીય મંત્રી મેનકા ગાંધીનું એક મોટી જાહેરાત કરી છે. મેનકા ગાંધીએ કહ્યું કે #MeToo મામલાઓની સુનાવણી માટે સેવાનિવૃત જજોની ચાર સભ્યોની એક સમિતિ બનાવવામા આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -