ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના: બસ ખીણમાં પડતાં 45થી વધુ યાત્રિકોનાં મોત
ઘટના પર વડાપ્રધાન મોદી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને ઘાયલોને 50-50 હજાર તત્કાલિક આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબસ 28 સીટર છે અને તેમાં વધારે યાત્રીઓ સવાર હતાં. બસ રસ્તાથી લગભગ 60 મીટર નીચે ખીણમાં પડી ગઈ હતી. બસ ખીણમાં પડી રહી હતી ત્યારે બસમાં સવાર યાત્રિકો બચાવો બચાવોની બૂમાબૂમ કરી રહ્યા હતાં.
ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં મોટી દુર્ઘટના બની છે. નૈનીડાંડા બ્લોકના ઘૂમાકોટ વિસ્તારમાં એક બસ ખીણમાં ખાબકતાં 45થી વધુ યાત્રિકોના મોત નિપજ્યાં છે. ઘટનાની જાણ થતાં જ એનડીઆરએપની ટીમ હેલિકોપ્ટર લઈ રવાના થઈ ગઈ છે. પહાડી વિસ્તાર હોવાના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે દુર્ઘટના આજે સવારે લગભગ 8:45 વાગે બની હતી. યાત્રિકોથી ભરેલી એક પ્રાઈવેટ બસ ભૌનથી રામનગર જઈ રહી હતી. નૈનીડાંડા બ્લોકમાં પિપલી-ભૌન રોડ પર ગ્વીન પુલની પાસે બસે કાબૂ ગૂમાવતા ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 45થી વધુના મોત નિપજ્યાં છે. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારી આવી પહોંચ્યા છે.
ઉત્તરાખંડ: નૈનીડાંડા બ્લોકમાં પિપલી-ભૌન રોડ પર યાત્રિકોની એક બસ ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 45થી વધુ લોકોનાં મોતના સમાચાર સામે આવ્યા છે જ્યારે 8 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બસ ખીણમાં પડતાં રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોએ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -