દુબઈમાં ભારતીયએ કર્યું 1300 કરોડનું કૌભાંડ, સજા સાંભળી ચોંકી ઉઠશો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધરપકડના ડરથી વૈલની જાન્યુઆરી, 2017માં દુબઈથી ભાગીને ગોવા આવી ગઈ હતી અને ત્યારથી અહીં જ રહે છે.
લિમોસની પત્ની વૈલની કાર્ડાઝો પર પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેના પર સીલ કરવામાં આવેલી ઓફિસમાં ગેરકાનૂની રીતે ઘૂસીને દસ્તાવેજો લઈ જવાનો આરોપ છે.
કોર્ટે આ બંને પર 515 મામલામાં 517 વર્ષની સજા સંભળાવી છે. દર મામલા માટે એક વર્ષની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે બે મામલામાં 2 વર્ષની સજા સંભળાવાઈ છે. કોર્ટના ફેંસલા બાદ પીડિતોએ ખુશી વ્યક્ત કરી હતી. પીડિતોના કહેવા મુજબ તેમને તેમના રૂપિયા પરત મળવાની આશા છે.
લિમોસની જાળમાં ફસાયેલા એક યુવકના કહેવા મુજબ, કંપની પોન્ઝી સ્કીમ સુવ્યવસ્થિત રીતે ચલાવતી હતી. અહીંયા કામ કરતાં છોકરાઓ સુટમાં સજજ જોવા મળતાં અને ઓફિસમાં બિઝી હોય તેમ લાગતું હતં. પરંતુ હકીકત એ હતી કે ત્યાં કોઈ કામ જ નહોતું. લિમોસની કેબિન હંમેશા બંધ રહેતી હતી.
દુબઈના ફાઇનાન્સ વિભાગને જ્યારે આ કૌભાંડ અંગે ખબર પડી ત્યારે તેની ઓફિસ સીલ કરી દીધી. લિમોસની આ પહેલા 2016માં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જામીન પર તે છૂટી ગયો હતો. દુબઈમાં ફરારી અને મસરાતી જેવી લક્ઝુરિયસ કારમાં ફરતો લિમોસ દુબઇના પોશ એરિયા અલ બર્શામાં રહેતા હતો. તેની લાઇફસ્ટાઇલ જોઇને ઘણાને ઇર્ષા થતી હતી.
લિમોસ દુબઈમાં એફસી બર્ડેઝ નામની ફૂટબોલ ક્બલનો પણ માલિક હતો. તેની ટીમમાં મોટાભાગે યુવા ફૂટબોલરોને જ રાખતો હતો. લિમોસને જાણતા લોકોના કહેવા મુજબ દુબઈમાં ફોરેક્સ કંપનીઓ દર મહિને 5000થી 8000 દીરહામ મહેનતાણું ચૂકવતી હતી તેના બદલે તે 10,000 દીરહામ આપતો હતો. કોઈપણ જાતનો અનુભવ ન હોવા છતાં તેની સાથે જોડાયેલા યુવા છોકરા તેને કોઈ પ્રશ્ન પૂછતા નહોતા.
ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ સિડની લિમોસે તેની કંપનીના માધ્યમથી રોકાણકારોને લઘુત્તમ 25 હજાર ડોલરના રોકાણ પર તેમને 120 ટકા સુધી વાર્ષિક રિટર્ન આપવાની લાલચ આપી હતી. લિમોસની કંપનીએ શરૂઆતમાં લોકોને રૂપિયા આપ્યા પરંતુ માર્ચ 2016 બાદ તેણે રિટર્ન આપવાનું બંધ કરી દીધું હતું.
દુબઈઃ દુબઈની કોર્ટે ગોવાના બે નાગરિકોને દોષિ જાહેર કરી તેમને 500 વર્ષની સજા સંભળાવી છે. 37 વર્ષીય સિડની લિમોસને આશરે 1320 કરોડ રૂપિયાના કૌભાંડમાં હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કરવા બદલ આ સજા સંભળાવવામાં આવી છે. આ મામલે તેના એકાઉન્ટ સ્પેશિયાલિસ્ટ રિયાન ડિસૂઝાને પણ આટલી સજા ફટકારવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -