બ્લડ બેંકમાં 5 વર્ષમાં 6 લાખ લીટર લોહી વેડફાઈ ગયું
મુંબઈઃ વિતેલા 5 વર્ષમાં સમગ્ર ભારતમાં 28 લાખથી વધારે યૂનિટ લોહી વેડફાઈ ગયું છે. આ આંકડો દેશની બ્લડ બેન્કિંગ સિસ્ટમની ગંભીર ખામીને ઉજાગર કરે છે. આ બતાવે છે કે, બ્લડ બેંકો અને હોસ્પિટલની વચ્ચે કોઈ સમન્વય નથી. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર જો તેની લીટરમાં ગણતરી કરવામાં આવે તો વિતેલા 5 વર્ષમાં 6 લાખ લીટરથી વધારે લોહી વેડફાઈ ગયું છે. આ પાણીના 53 ટેન્કર્સ બરાબર છે. ભારતમાં સરેરાશ દર વર્ષે 30 લાક યૂનિટ લોહની ઘટ પડે છે. લોહી, પ્લાઝ્મા અને પ્લેટલેટની અછતને કારણે મૃત્યુ પણ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ છે. લોહીના વેડફવાના મામલે મહારાષ્ટ્ર, યૂપી અને કર્ણાટક ટોચ પર છે. માત્ર લોહી જ નહીં પરંતુ પ્લાઝ્મા, જીવન બચાવતા ઘટકોનો ઉપયોગ પણ તેની એક્સપાયરી ડેટ પહેલા કરવામાં નથી આવતો.
2016-17માં જ 6.57 લાખથી વધારે યૂનિટ લોહી વેડફવામાં આવ્યું હતું. ચિંતાની વાત એ છે કે જે લોહી વેડફાયું હતું તેમાં 50 ટકા હિસ્સો પ્લાઝમાનો હતો, જેમાં એક વર્ષની સેલ્ફ લાઈફ હોય છે. 2016-17માં 3 લાખથી વધારે નવા તાજા પ્લાઝ્મા હટાવવામાં આવ્યા, જ્યારે આ પ્રોડક્ટ અનેક ફાર્મા કંપનીઓ દ્વારા એલ્બ્યૂમિન પ્રોડક્ટ માટે આયાત કરવામાં આવે છે.
ભારતીય રેડ ક્રોસ સોસાયટીના ડો. ભરીન ભરૂચાએ જણાવ્યું કે, 500 યૂનિટ સુધીનો સંગ્રહ સ્વીકાર્ય અને મેનેજ કરી શકાય તેવો છે. પરંતુ અમે જોયું અને સાંભળ્યું છે કે, 1,000થી 3,000 સુધી યૂનિટ એકત્રિત કરવામાં આવે છે. આટલું બધા લોહીને સ્ટોર કરવા માટે જગ્યા ક્યાં છે? લોકો નિયમિત રીતે બેંકોમાં જઈને દર ત્રણ મહિનેમાં એક વખત લોહી ડોનેટ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -