PHOTOS: આ છે નરેન્દ્ર મોદી કેબિનેટની સૌથી શક્તિશાળી મહિલાઓ, બની ગઈ કરોડો લોકોની પ્રેરણા
મોદી કેબિનેટમાં સુખબીર સિંહ બાદલની પત્ની હરસિમરત કૌર ભારત સરકાર અંતર્ગત ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી છે. તે ભટિંડા સીટથી સતત વર્ષ 2009થી 14મી અને 16મી લોકસભાની સાંદ છે. તેઓ શિરોમણિ અકાલી દળની સભ્ય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરવિવારે મોદી કેબિનેટનું થયેલ વિસ્તરણમાં ભરે ઉમા ભારતી સામેલ ન થયા હોય પરંતુ તેમની પાસે મોટી જવાબદારી છે. ઉમા ભારતી જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સફાઈ મંત્રી છે.
વિદેશ મંત્રી અને સીસીએસના સભ્ય સુષમા સ્વરાજ વર્ષ 2009માં ભારતની ભારતીય જનતા પાર્ટી દ્વારા સંસદમાં વિપક્ષના નેતા ચૂંટવામાં આવ્યા હતા, તેના કારણે તેઓ 15મી લોકસભામાં પ્રતિપક્ષના નેતા રહ્યા. આ પહેલા પણ તેઓ કેન્દ્રીય મંત્રિમંડળમાં રહી ચૂક્યા છે તથા દિલ્હીના મુખ્યમંત્રી પણ રહ્યા હતા.
મોદી કેબિટનેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મેનકા ગાંધી સંભાળે છે. મેનકા ગાંધી એક પત્રકાર પણ રહ્યા છે. તેમણે રાજનીતિની સારી એવી સમજ છે.
ટીવી અભિનેત્રી રહી ચૂકેલ સ્મૃતિ ઈરાની કપડા મંત્રાલયની સાથે સાથે સૂચના અને પ્રસારણ મંત્રાલય પણ સંભાળે છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના મંત્રિમંડળનું વિસ્તરણ કર્યું, જેમાં નિર્મલા સીતારમણને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે. મોદી કેબિટનેમટાં નિર્મલા સીતારમણ સહિત 6 એવી મહિલાઓ છે જેની પાસે ઘણી મોટી જવાબદારી છે. જાણો કોણ છે તે મહિલાઓ....
- - - - - - - - - Advertisement - - - - - - - - -