60 લાખ ખાતાધારકોએ જમા કરાવ્યા 7 લાખ કરોડ રૂપિયા, સરકાર કરશે તપાસ
કરવેરા વિભાગ એકથી વધુ ખાતાઓ રાખનારાઓની ટ્રેક કરવાની અને અન્યોના ખાતામાં પૈસા જમા કરાવનારને શોધી કાઢવાની સિસ્ટમથી સજ્જ છે અને કરવેરા વિભાગ કરચોરી કરવાનો પ્રયાસ કરનાર કોઇને પણ નહિ છોડે તેમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે અમારી તેની પર નજર છે. વ્યક્તિગત ધોરણે આવી રકમ જમા થવાનો આંકડો રૂપિયા ત્રણથી ચાર લાખ કરોડ જેટલો હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, સરકાર કોઈ પ્રામાણિક અથવા યોગ્ય જમાકર્તાને હેરાન નહીં કરે, પરંતુ કાળાનાણાંને સફેદ કરવાનો પ્રયદન કરનાર વ્યક્તિને છોડવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, સરકારે 8 નવેમ્બરે નોટબંઘીની જાહેરાત કરી 1000 અને 500ની નોટને રદ્દ કરી હતી.
આથી, કરવેરાની આવક વધવાની શક્યતા ઘણી છે અને અમે આશા રાખીએ છીએ કે લોકો સમજશે કે માત્ર બેંકોમાં પૈસા જમા કરવાથી તે સફેદ નહિ થાય. અમને એવી પણ આશા છે કે લોકો તેમનીરીતે જ સ્કીમમાં ભાગ લેવા માટે આગળ આવશે. જો તેઓ નહિ આવે તો ખુશ નહિ રહે’ તેમ અધિકારીએ ઉમેર્યું હતું.
નોટબંધી બાદ બિનહિસાબી સંપત્તિ ધારકો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) નામની કર ચોરી માફી યોજનાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. પરંતુ આવું ન કરીને કરચોરી કરનારાઓ સરકારના લાંબા હાથથી ન બચી શકે. તેઓ અવશ્ય પકડાઇ જશે તેમ અધિકારીઓએ ઉમેર્યું હતું.
લોકો માને છે કે નાણાં બેન્કિંગ સિસ્ટમમાં આવી ગયા એટલે તે સફેદ થઇ ગયા છે. એવું નથી. અમને રૂપિયા બે લાખ, ~પાંચ લાખથી વધુ જમા થતી તમામ રકમની રોજિંદી માહિતી મળી રહી છે. કોણ કેટલી રકમ જમા કરી રહ્યું છે તે જાણવા મળે છે. અમે દરેક વ્યક્તિની હાલની અને ભૂતકાળની માહિતી એકત્ર કરી રહ્યા છીએ તેમ ટોચના એક અધિકારીનું કહેવું છે.
નવી દિલ્હીઃ નોટબંધીની જાહેરાત બાદ 60 લાખ વ્યક્તિ અને કંપનીઓએ અંદાજે 7 લાખ કરોડ રૂપિયા બેંક ખાતામાં જમા કરાવ્યા છે. સરકારે ચીમકી ઉચ્ચારી છે કે, આ તમામ લોકોએ જણાવવું પડશે કે આ રકમ તેમની પાસે ક્યાંથી આવી છે, કરાણ કે માત્ર બેંકમાં જમા કરાવવીથા કાળાનાણું વ્હાઈટ નહીં થાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -