મેઘાલયમાં કૉંગ્રેસને મોટો ઝટકો, 5 MLA સહિત 8 નેતાઓએ કેમ આપ્યું રાજીનામું?
તિનસાંગે કહ્યું કે, “ પ્રદેશનું નેતૃત્વ(મુખ્યમંત્રી મુકુલ સંગમા) લોકોની આકાંક્ષાઓને પૂરા કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. સાથે અમે મુખ્યમંત્રીની કાર્યપદ્ધતિથી ખુશ નથી તેથી રાજીનામું આપ્યું છે.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિલોંગ: મેઘાલયમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. કૉંગ્રેસના પાંચ ધારાસભ્યો સહિત પ્રદેશ વિધાનસભાના આઠ સભ્યોએ શુક્રવારે સદનમાંથી રાજીનામું આપી દીધું છે. તમામ ધારાસભ્યોને વિધાનસભા ચૂંટણીમાં ગંઠબંધનથી એનડીએમાં સામેલ નેશનલ પીપલ્સ પાર્ટી(NPP)ના ટિકિટ પર ચૂંટણી લડવાના મકસદથી રાજીનામું આપ્યું છે.
રાજીનામું આપનાર કૉંગ્રેસ ધારાસભ્યોમાં પૂર્વ ઉપમુખ્યમંત્રી રોવેલ લિંગદોહ, પૂર્વ કેબિનેટ મંત્રી પ્રિસટન તિનસાંગ, કોમિંગ વાઈમબન, સ્નિયાવભલંગ ઘર અને એનજીતલંગ ઘર સામેલ છે. આ ધારાસભ્યોએ વિધાનસભાના આયુક્ત તથા સચિવ એડ્રયૂ સાઈમનને પોતાનું રાજીનામું સોપ્યું છે.
અગાઉ કૉંગ્રેસ ધારાસભ્ય પીએન સિયેમ વિધાનસભાની સદસ્યતાથી રાજીનામું આપી નવનિર્મિત પાર્ટી પીપલ્સ ડેમોક્રેટિક ફ્રંટમાં સામેલ થયા હતા. કૉંગ્રેસના પાંચ ધારાસભ્ય સિવાય યૂનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીના ધારાસભ્ય રેમિંગટન પિંગ્રોપ અને નિર્દલીય હોપફુલ બમન અને સ્ટીફેન્સન મુખિમે પણ રાજીનામું આપી દીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -