આઠ પાકિસ્તાની યુવતીઓ સેક્સની જાળમાં ફસાવી ભારતમાં હુમલો કરે તેવી આશંકા, જાણો વિગત
નવી દિલ્લી : પાકિસ્તાનની મહિલા આત્મઘાતી હુમલાખોરોની એક ટુકડી ભારતમાં ઘુસી ગઇ હોવાની બાતમી ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળી છે. આ મહિલા હુમલાખોર ટૂકડી મોટો હુમલો કરવાની તૈયારીમાં છે, તેવા ઇનપુટ એજન્સીને મળ્યા છે. આ મહિલાઓ કોઇ ઘટનાને અંજામ આપી શકે છે અથવા તો આત્મઘાતી હુમલા કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મહિલાઓને નવી ઓળખ અપાઇ છે અને આઇએસઆઇના સ્લીપર સેલ સાથે પણ તેઓનો સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. વાતચીત દરમિયાન રઝીયા, સંગીતા અને રૂબી જેવા ત્રણ નામ સામે આવ્યા છે. તેમાં મોહમદભાઇ, ઇસ્માઇલભાઇ, અજગર અને જુનેદના નામ પણ છે.
તેઓ કેટલાક રાજ્યોને નિશાના ઉપર લઇ શકે છે. આ બાતમી પછી દિલ્લી, મુંબઇ, પંજાબ, બિહાર અને દ.ભારતના કેટલાક રાજ્યોની એન્ટી ટેરરીસ્ટ યુનિટને મૌખિક રીતે માહિતી અપાઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મહિલા હુમલાખોર પશ્ચિમી ડ્રેસમાં જોવા મળી શકે છે. તેઓને અધિકારીઓને હનીટ્રેપમાં ફસાવવાની ટ્રેનીંગ મળેલી છે કે જેથી તેઓ મહત્વની ઇમારતોમાં દાખલ થઇ શકે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે મુંબઇ પર થયેલા ર૬/૧૧ હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદનો પુત્ર તલ્લહા સઇદ આ ઓપરેશનનો કમાન્ડર છે. ઓઇલ રીફાઇનરી, પરમાણુ રીએકટર, મેટ્રો ટ્રેન, આયુષ ભંડારો, સૈન્ય, અર્ધ લશ્કરી દળોના ઠેકાણાઓ, ધાર્મિક સ્થળો અને દુતાવાસોને તેઓ નિશાના ઉપર લઇ શકે છે.
આ મહિલા આત્મઘાતી હુમલાખોર ત્રાસવાદી સંગઠન જમાત ઉદ્દ દાવા અને જૈસ એ મોહમદ સાથે સંકળાયેલી હોવાની બાતમી પણ ગુપ્તચર એજન્સીને મળી છે. તેમણે ખૈબર પખતુનખ્વા પ્રાંતમાં કેમ્પોમાં ટ્રેનીંગ પણ લીધેલી છે. ઇન્ટેલીજન્સ ઇનપુટ અનુસાર આ હુમલાખોરોની સંખ્યા ઓછામાં ઓછી ૭ થી ૮ની છે અને આમાંથી અનેક છેલ્લા એક-બે મહિનામાં ભારતીય સીમામાં ઘુસી ગઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -