ભાજપમાં 80%ની ઈચ્છા હતી કે લાલકૃષ્ણ અડવાણી રાષ્ટ્રપતિ બનેઃ શત્રુઘ્ન સિન્હા
શોટગન તરીકે જાણીતા શત્રુઘ્નએ અડવાણીને પોતાના‘ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ, ગુરુ અને અલ્ટીમેટ લીડર’ ગણાવીને કહ્યું હતું કે મોટાભાગના લોકો અડવાણી રાષ્ટ્રપતિ બને તેમ ઈચ્છતા હતા. પરંતુ તેમ થયું નહીં. ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાનો વિરોધ કરનારા અડવાણી ગ્રુપમાં ૭૧ વર્ષીય શત્રુઘ્ન સિંહા પણ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશત્રુએ ફરી કહ્યું હતું કે ‘ભાજપ મારો પ્રથમ, છેલ્લો અને એકમાત્ર પક્ષ છે. ભાજપના માત્ર બે જ સાંસદો હતા ત્યારથી હું તેની સાથે જોડાયેલો રહ્યો છું. મારે શા માટે પક્ષ છોડવો જોઈએ.’ યશવંત સિંહાની જેમ શત્રુઘ્ન સિંહાએ પણ કહ્યું હતું કે ‘થોડાં દિવસ પહેલાં મેં પીએમ મોદીને મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે સમય આપ્યો ન હતો.’
નવી દિલ્હીઃ ચાલુ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ પદ માટે નામિત કરવામાં આવેલ ભાજપના અનુભવી નેતા લાલકૃષ્ણ અડવાણી માટે મહેનત કરનાર ભાજપ નેતા શત્રુઘ્ન સિન્હાએ એક ચેનલને જણાવ્યું કે, તેમને ભાજપમાં આ મુદ્દે મોટી સંખ્યામાં લોકો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ૮૦ ટકા લોકો અડવાણીને રાષ્ટ્રપતિ તરીકે ઈચ્છતા હતા. શત્રુઘ્નની આ વાત જ સૂચવે છે કે પક્ષમાં ટોચના સ્તર પર કેવી આંતરીક લડાઈ ચાલી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -