તમિલનાડુઃ નવ વર્ષની બાળકી પર ચાલુ ટ્રેનમાં છેડતી. આરોપી BJPની ટિકિટ પર લડેલો ચૂંટણી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએફઆઇઆરમાં જણાવ્યા પ્રમાણે, આરોપી અનંત વ્યવસાયે વકીલ છે. તે ટ્રેનમાં કોઇમ્બતુરમાં સવાર હતો. તે ટિકિટ વિના ટ્રેનની સફર કરી રહ્યો હતો. રિપોર્ટ અનુસાર, આરોપી અનંતે સૂઇ રહેલી બાળકીના ગાલ પર કિસ કરી હતી અને તેના શરીર સાથે છેડછાડ કરી હતી. બાદમાં બાળકી જાગી જતાં તેણે આ અંગે પરિવારને ફરિયાદ કરી હતી.
નવી દિલ્હીઃ દેશમાં નાની બાળકીઓ વિરુદ્ધ રેપ અને જાતીય શોષણને લઇને લોકોમાં ગુસ્સો ફેલાઇ રહ્યો છે. ત્યારે તમિલનાડુના ઇરોડમાં એક ચાલતી ટ્રેનમાં નવ વર્ષની બાળકીની છેડતીની ઘટના સામે આવી છે. આ ઘટના ગયા શનિવારની છે જ્યારે તિરુવનંતપુરમથી ચેન્નઇ જઇ રહેલી ત્રિવેન્દ્રમ એક્સપ્રેસમાં કથિત રીતે બીજેપી સાથે જોડાયેલા એક નેતાએ બાળકીની છેડતી કરી હતી.
બાળકીના પરિવારની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેને કોઇમ્બતુર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2006માં ચેન્નઇની આરકે નગર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી જીતી ચૂકેલા કે.પી. પ્રેમ અનંત નામના વ્યક્તિએ બાળકીની છેડતી કરી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, બાળકી ટ્રેનમાં સૂઇ રહી હતી તે દરમિયાન આરોપીએ તેની સાથે છેડતી કરી હતી. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -