નોટબંધી બાદ અત્યાર સુધીમાં મળ્યા 23 હજાર કરોડ, જેટલીએ કહ્યું- ટેક્સ ચોરીના પૈસાની લેવડ-દેવડ હવે આસાન નહિ
ઓપરેશન ક્લીન મનીના બીજા તબક્કામાં સરકાર હવે એવા લોકો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે કે જેમણે મોટી રકમના ટ્રાન્ઝેક્શન કર્યા છે. સરકાર એવા લોકો અંગે તપાસ કરશે. ડેટા એનાલિટિક્સ મારફત સરકારે એવા 60,000 લોકોની ઓળખ કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના ચેરમેનના જણાવ્યા અનુસાર નોટબંધી પછી 91 લાખ નવા ટેક્સ પેયર્સ જોડાયા છે. આ સમયગાળામાં 30 કરોડથી વધુ પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) ની ફાળવણી કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રાએ જાણકારી આપી કે નોટબંધી બાદ 900 કેસમાં 16,398 કરોડ રૂપિયાની અઘોષિત આવકની જાણકારી મળી છે. સાથે જ 900 કરોડ રૂપિયાની સંપંત્તિ જપ્ત કરવામાં આવી છે. 8329 કેસમાં સર્વે કરવામાં આવ્યો છે જેમાં 6746 કરોડ રૂપિયાની અઘોષિત સંપત્તિની જાણકારી મળી છે. નોટબંધી પછી અત્યાર સુધીમાં એવા 18 લાખ લોકોની ઓળખ થઇ ગઇ છે, જેમના કેશ ટ્રાન્ઝેક્શન તેમની આવક સાથે મેળ ખાતા નથી.
સરકારનો દાવો છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) દ્ધારા તૈયાર કરવામાં આવેલી આ વેબસાઇટ એવા લોકોની ઓળખ કરશે જેમણે મોટી રકમ બેન્કોમાં જમા કરી છે કે મોટી ખરીદી કરી છે જે તેમની આવક અનુસાર નથી. નાણા મંત્રાલયે વેબસાઇટ લોન્ચ કર્યા પછી પત્રકારોને જણાવ્યું કે આ સમય ટેક્સ ચોરી કરનારા લોકોને અંકુશમાં લેવાનો છે.
નવી દિલ્લી: કેન્દ્ર સરકારે કાળાધન વિરૂદ્ધના અભિયાન હેઠળ ઓપરેશન ક્લીન મની (www.cleanmoney.gov.in) વેબસાઇટ લોન્ચ કરી છે. આ વેબસાઇટ ટેક્સ ચોરી કરનારાની ઓળખ કરવામાં મદદ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -